ETV Bharat / city

Domestic Stockholm Syndrome: કુટુંબની અંગત વ્યક્તિને દુઃખી અને ટોર્ચર કરવાની વિકૃતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એક કેસ સ્ટડી(Case study)નું વિશ્લેષણ પુરોહિત અમી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કોઇ વ્યક્તિ પોતાની અંગત કે તેમની ગમતી વ્યક્તિને દુખી કરી ટોર્ચર કરતી હોય છે, ત્યારે તેેને મનોવિજ્ઞાનની ભાષામાં ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.

Domestic Stockholm Syndrome
Domestic Stockholm Syndrome
author img

By

Published : Jul 31, 2021, 5:40 PM IST

  • તીવ્ર મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, જેમાં પીડિતને તેમના ત્રાસ આપનારાઓ પ્રત્યે સહાનુભૂતિ જન્મે છે
  • આ પ્રકારના સિન્ડ્રોમમાં ઘરેલુ હિંસાનો સમાવેશ કરી શકાય
  • આ સ્થિતિમાં મનોચિકિત્સકની મદદ લઈ શકાય

રાજકોટ: સાંભળીને નવીન લાગે કે શું કોઈ વ્યક્તિ પોતાની અંગત અને ગમતી વ્યક્તિને પણ દુઃખી કરી ટોર્ચર કરી શકે? જવાબ છે હા..જેને મનોવિજ્ઞાનની ભાષામાં ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એક કેસ સ્ટડી(Case study)નું વિશ્લેષણ પુરોહિત અમી દ્વારા કરવામાં આવ્યું.

આ પણ વાંચો- Survey Of Saurashtra University: શું તમારામાં પણ છે ટોલ પોપી સિન્ડ્રોમની વૃત્તિ?

પરિવારના સભ્ય દ્વારા સતત ટોર્ચર કરવામાં આવે છે

એક કેસ 90 વર્ષના દાદા (Grandfather)દ્વારા તેના 63 વર્ષના પુત્ર પર સતત ટોર્ચર, દવાઓ પણ જરૂરિયાત મુજબ પૂર્ણ ન કરવા દેવાની માનસિકતા, ત્યાં સુધી કે તે પુત્રની પત્ની પર નજર બગાડી માટે તેઓ 10 વર્ષ પહેલા ઘર છોડી જતા રહ્યા, તેમના દીકરાને બે સંતાન એક દીકરી એક દીકરો, દાદા દીકરાના દીકરા પાસે પોતાના પિતાને માર મારવા લાલચ આપે છે.

ઘરમાં કંકાસ ભર્યું જ વાતાવરણ જેમાં ઘરના સભ્યો આ સિન્ડ્રોમથી પીડાતા હતા

63 વર્ષના પિતા(Father)ને પોતાના બાળકો અત્યાચાર કરે દીકરી પપ્પાને પકડી રાખે અને દાદા મારે. પ્રેમ લાગણીનો છાંટો ઘરમાં નહીં બસ એકબીજાને પીડે, ઘરમાં કંકાસ ભર્યું જ વાતાવરણ જેમાં ઘરના સભ્યો આ સિન્ડ્રોમથી પીડાતા હતા. દાદા અને દાદી સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ(Stockholm Syndrome) ની સાથે સ્કીઝોઆઇડ પર્સનાલિટીના રોગી છે તેજ બાબતો દીકરા અને પૌત્રોમાં વારસાગત ઉતરેલી જોવા મળી છે.

શુ છે સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ?

એક એવી માનસિક સ્થિતીનું નામ છે કે, જેમાં અંગત વ્યક્તિ અથવા ઘણી વખત કોઈનું અપહરણ કર્યું હોય તેવી વ્યક્તિ સાથે એક પ્રકારનો સહાનુભૂતિ ભર્યો આવેગ વિકસે છે. આ માનસિક જોડાણ ઘણા દિવસ, અઠવાડિયા કે વર્ષ દરમિયાન વિકસે છે. તે એક સંપૂર્ણ ભાવનાત્મક પ્રતિભાવ છે. એક રીતે જોઇએ તો, આ પ્રકારની માનસિક પ્રતિક્રિયા ત્યારે જ ઉદભવે છે, જ્યારે અપહરણ કરનાર પીડિત કે પીડિતા પર સીધી હિંસા ન કરે. ઉપરાંત તેમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જેના પરિણામે બંધકના મનમાં આવા આવેગો ઉદ્દભવે છે. આ એક તીવ્ર મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, જેમાં પીડિતને તેમના ત્રાસ આપનારાઓ પ્રત્યે સહાનુભૂતિ જન્મે છે. તે કોઈ ન્યુરોલોજીકલ રોગ નથી.

ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ

આ પ્રકારના સિન્ડ્રોમ(Syndrome)માં ઘરેલુ હિંસાનો સમાવેશ કરી શકાય. જેમ કે, ઘરેલુ હિંસા કોઈ પતિ તેની પત્નીને પ્રેમ કરે છે, છતાં પણ તેનું શોષણ, માર મારવો કે માનસિક ટોર્ચરીંગ જેવા નિષેધાત્મક વર્તન દાખવે છે. જેમાં તેની પત્ની પણ તેના સામે કોઈ પગલાં લેવા કે સામે આક્રમકતા દેખાડવાના બદલે તેના પર સહાનુભૂતિની લાગણી રાખે છે. તે એવું માને છે કે, પોતે પણ તેને ચાહે છે અને હંમેશા તેની સાથે જ રહેવાનું છે.

શારીરિક શોષણના પણ ઘણા કિસ્સાઓ બહાર આવે છે

શારીરિક શોષણના પણ ઘણા કિસ્સાઓ બહાર આવે છે અને તેની વિરુદ્ધ ઘણા હુલ્લડો પણ થાય છે. છતાં બધા જ કિસ્સાઓને આવો વેગ મળી શકતો નથી. ક્યારેક નાના બાળકો કે બાળકી પર કે પછી વૃદ્ધ પર પણ આવા વર્તન થતા હોય છે. ત્યારે તેને પોતે જ છુપાવી રાખે છે અથવા તો તેઓને ગુપ્ત રાખવા માટે માનસિક દબાણ આપીને કહેવામાં આવે છે.

પરિવારમાં સિન્ડ્રોમ હોય તો તે આસપાસના વાતાવરણમાં પણ ઘણું નુકસાનકારક નીવડી શકે

પરિવારમાં સિન્ડ્રોમ(Syndrome) હોય તો તે આસપાસના વાતાવરણમાં પણ ઘણું નુકસાનકારક નીવડી શકે છે. તેની આસપાસના વાતાવરણના લોકો હિંસા વિશે તો જાણે છે, પરંતુ કંઈ કરી શકતા નથી. કારણ કે, પીડિત જ પોતાને પીડિત માનતો નથી. ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ આક્રમક ગુનેગાર પર સંપૂર્ણપણે નિર્ભર હોય, ત્યારે પણ આ પ્રકારની બધી પ્રક્રિયાઓ તેના પક્ષમાં સ્વીકારી લે છે.

આ પ્રકારની માનસિકતા સ્ત્રીઓમાં વઘુ જોવા મળે છે

આ પ્રકારની માનસિકતા સ્ત્રીઓમાં વઘુ જોવા મળે છે. એક અન્ય કેસ મનોવિજ્ઞાન ભવનમાં આવ્યો જેમાં પત્ની પોતાના પતિને ખુબ જ પ્રેમ કરે પણ ટોન્ટ દરેક વાતમાં માર્યા કરે. હજારવાર પતિ દ્વારા માફી માંગવામાં આવી છતાં જૂની વાતોની ટકટક સતત ચાલુ જ રાખે છે, જેના કારણે તેમનુ દાંમ્પત્ય જીવન બરાબર ચાલે નહીં. દાંમ્પત્ય જીવનમાં ફેરફાર આવ્યો, તો પત્નીને બીજી શઁકા જાગી કે જરૂર ક્યાંક અફેર છે. આમ જ શંકા અને આ સિન્ડ્રોમ(Syndrome)ના કારણે અનહદ પ્રેમ હોવા છતાં આ પતિ-પત્ની દુઃખી છે.

Domestic Stockholm Syndrome
Domestic Stockholm Syndrome

આ પણ વાંચો- વૃદ્ધાવસ્થામાં થતી ઊંઘની સમસ્યા એટલે Insomnia

દૂર રહેવાની કે સર્વાઇવલ યુક્તિઓ

  • ઘરેલુ હિંસા અને આવા સિન્ડ્રોમ ધરાવતા વ્યક્તિઓ ઘરેલુ ઘેલછાના સારા હેતુઓને જાણી-સમજી ઘરમાં શાંતિમય, પ્રેમ, પ્રોત્સાહન વગેરે જેવા વર્તનો કરી પોતાની લાગણીઓને જાગૃત કરી શકે.
  • જ્યારે પુરુષ-આક્રમણ કરનાર સારા મૂડમાં હોય, ત્યારે તેની પત્ની તેના આ વર્તનો વિશે જાગૃત કરવા માટે તેમજ તેને સુધારવા માટેના પ્રયત્નો કરી શકે.
  • પ્રિયજન કે મિત્રની મદદ લઈ શકે.
  • મનોચિકિત્સકની મદદ લઈ શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.