ETV Bharat / city

સાવધાન ભૂલકાઓને સાચવજો ! શહેરમાં ઓટિઝમની એન્ટ્રી સાથે બાળકોને લીધા ઝપેટમાં

રાજકોટ શહેરમાં બાળકોને ઝપેટમાં લેતો ખતરનાક (Rajkot Autism Disease) રોગ આટાફેરા મારી રહ્યા છે. આ રોગે અત્યાર સુધીમાં શહેરના 4 બાળકોને ઝપેટમાં લઇ લીધા છે. જો તમારા બાળકમાં આ પ્રકાર રોગ (Autism Disease Treatment) દેખાશે તો તેનું વર્તન એકદમ જુંદુ જ દેખાશે. જુઓ શું છે ખતરનાક (Autism in Children) માનસિક બીમારી રોગ..

સાવધાન ભૂલકાઓને સાચવજો ! શહેરમાં ઓટિઝમની એન્ટ્રી સાથે બાળકોને લીધા ઝપેટમાં
સાવધાન ભૂલકાઓને સાચવજો ! શહેરમાં ઓટિઝમની એન્ટ્રી સાથે બાળકોને લીધા ઝપેટમાં
author img

By

Published : Jun 15, 2022, 3:21 PM IST

રાજકોટ : ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (Autism Spectrum Disorder) અર્થાત દોઢથી ચાર વર્ષના બાળકમાં જોવા મળતી જિનેટિક બીમારી છે. રાજકોટ જિલ્લા પંચાયતના 55 મેડિકલ ઓફિસર દ્વારા જિલ્લાના 35,000 બાળકો પર સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતના પ્રથમ 4 કેસ રાજકોટમાં (Autism Disease Treatment) મળી આવ્યા છે. જેથી હાલ આ ચારેય શંકાસ્પદ બાળકોને રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે.

શહેરમાં ઓટિઝમની એન્ટ્રી સાથે બાળકોને લીધા ઝપેટમાં

રોગના પ્રમાણમાં વધારો - આ અંગે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરીએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરના ચારેય શંકાસ્પદ બાળકોને રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે. પ્રવર્તમાન સમયે આધુનિક જીવનશૈલીને પગલે બાળકોમાં (Autism in Children Symptoms) અનેક પ્રકારના રોગ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ભૂલકાઓને ઓટિઝમ નામનો રોગ થવાનાં પ્રમાણમાં વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે આ પ્રકારના રોગના લક્ષણો ધરાવનાર બાળકોને વહેલી તકે સમયસર સારવાર આપી શકાય તેવા હેતુસર આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં અંદાજે 35,000 બાળકનો સર્વે (Rajkot Autism Disease) કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

બાળકની જીંદગી બરબાદ કરી શકે છે.
બાળકની જીંદગી બરબાદ કરી શકે છે.

આ પણ વાંચો : Para Swimmer Of Maharashtra: ડિસેબિલિટીને બનાવી એબિલિટી, હવે પાલ્ક સ્ટ્રેઈટ પાર કરી બનાવશે વર્લ્ડ રેકોર્ડ

માનસિક બીમારી - વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓટિઝમ એ એક એવી માનસિક બીમારી છે જેના લક્ષણો જન્મથી અથવા બાળપણથી દેખાય છે. આ રોગ ધરાવતા બાળકોનો વિકાસ અન્ય બાળકોની સરખામણીમાં અસામાન્ય હોય છે. ઓટિઝમ માટે ગુજરાતીમાં કોઈ ચોક્કસ શબ્દ નથી પણ તેને 'સ્વલીનતા' કહી શકાય. એટલે પોતાનામાં જ રચ્યા-પચ્યા રહેવું, પોતાના વિચારોમાં ખોવાઈ જવું, દુનિયા સાથે કોઈ લેવા-દેવા નહીં, આ બધું બાળક ત્રણ વર્ષનું થાય તે પહેલાં શરૂ થાય છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે તેના કુમળા મગજમાં કોઈ ક્ષતિ થઈ હોય અને જન્મ પછી એ ક્ષતિ વધે, એને કારણે ઓટિઝમ થાય છે અથવા બાળકના મગજમાં રસાયણોની અસમાનતા થાય ત્યારે પણ ઓટીઝમ થઈ શકે છે.

માનસિક બિમારી અંદરથી ખતમ કરી શકે છે
માનસિક બિમારી અંદરથી ખતમ કરી શકે છે

આ પણ વાંચો : "ખહુરીયા" શું તમે આવા શ્વાનનો જીવ બચાવશો ? ભાવનગરના ઉદ્યોગકાર એક મિશન પર છે..!

ઓટિઝમ રોગ ગંભીર છે - મળતી માહિતી મુજબ ઓટીઝમ રોગના લક્ષણો ધરાવતા બાળકો મોટાભાગે એકલા રહેવાનું પસંદ કરે છે. અન્ય બાળકો કરતા તેમનું વર્તન જુદું હોય છે. વાલીઓ દ્વારા કોઇ સવાલો પૂછાય તો તેની પ્રતિક્રિયા અપાતી નથી ! સામાન્ય રીતે દર 500 બાળકે બે બાળકમાં આ પ્રકારનો રોગ જોવા મળતાનું રિસર્ચમાં બહાર આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં આ પ્રકારના રોગના લક્ષણો જોવા મળે તેવા બાળકોને સારવાર અપાશે. અંદાજે 1 મહિના સુધી (Autism in Children) ગામડાંમાં આ પ્રકારના સર્વેની કામગીરી ચાલશે.

ભૂલકાઓને સાચવજો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.