- રાજકોટમાં નાઈટ કરફ્યૂ હટાવવા માંગ
- ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાનને પત્ર લખી કરી માંગ
- રાજ્ય સરકરા દ્વારા રાજકોટ સહિત 4 મહાનગરોમાં લગાવ્યું છે નાઈટ કરફ્યૂં
રાજકોટઃ શહેરમાં નાઈટ કરફ્યૂ હટવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે રાજકોટમાં હાલ કોરોનાની પરિસ્થિતિ સારી છે અને કોરોનાના કેસ પણ કાબુમાં છે. જેને લઈને રાજકોટમાં લગાડવામાં આવેલું રાત્રી કરફ્યૂ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ જણાવાયું છે કે, રાજકોટમાં સરકારની ગ્રાઇડ લાઈનનું પણ ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. જેને લઈને રાજકોટમાંથી રાત્રી કરફ્યુ હવે દૂર કરવામાં આવે.
રાત્રી કરફ્યૂના કારણે ઉદ્યોગ ધંધામાં આર્થિક નુકશાન
આ સમગ્ર મામલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, રાજકોટમાં નેની કોરી ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ શિફ્ટમાં કામ થાય છે, પરંતુ રાત્રી કરફ્યૂના કારણે કારીગરો સમયસર આવી શકતા નથી. આ સાથે જ રાત્રે નવ વાગ્યે કરફ્યૂ લાગે તે પહેલા જ તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ કરીને ઘરે પહોંચી જવું પડે છે. જેને લઈને હાલ આર્થીક નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.