- કોંગ્રેસના આગેવાનો પર ખોટી ફરિયાદ વિરુદ્ધ રજૂઆત
- કોંગ્રેસના આગેવાનો કાર્યકરો, કોર્પોરેટરોને દબાવવાનો પ્રયાસ
- જમીન વિરોધી કાયદામાં ખોટી રીતે ફસાવવા મામલે કોંગ્રેસ દ્વારા આવેદનકોંગ્રેસનો ભાજપ પર આક્ષેપઃ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને દબાવવાનો પ્રયાસ પર આવેદનપત્ર અપાયું
રાજકોટઃ કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, ભાજપના ઇશારે રાજકોટ પોલીસ કમિશ્નર અને કલેકટરના હુકમથી અમારા કોંગ્રેસ પક્ષના આગેવાન વિરુદ્ધ જમીન વિરોધી કાયદામાં ખોટી રીતે ફીટ કરવામાં આવે છે અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો, કોર્પોરેટરોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે ગાંધીજીના ગુજરાતમાં લોકશાહીનું અને બંધારણનું ખુલ્લે આમ હનન થઈ રહ્યું છે.

આગેવાનને છોડવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરશું
વધુમાં તેમને જણાવ્યું કે, અમારી માંગણી છે કે સાચા લોકોને ન્યાય મળવો જોઈએ અને તેના ભાગ રૂપે અમારા દ્વારા અમો આધારપુરાવા સહીત કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આ રજૂઆત કરી છે, જો આગેવાનને છોડવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરશું.