- રાજકોટ ચૌધરી ગ્રાઉન્ડમાં નહીં બને કોવિડ કેર સેન્ટર
- તંત્ર દ્વારા નિર્ણય પાછો ખેચવામાં આવ્યો
- ગ્રાઉન્ડની બદલે યુનિવર્સિટીમાં બેડની સંખ્યા વધારવામાં આવશે
રાજકોટઃ જિલ્લા સહિત દેશભરમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. રાજકોટમાં પણ દરરોજ કોરોનાના 500થી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. રાજકોટ સિવિલની બહાર પણ એમ્બ્યુલન્સમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળતી હતી. કોવિડના દર્દીઓની સંખ્યા વધતા વહીવટી તંત્ર દ્વારા ચૌધરી ગ્રાઉન્ડ ખાતે જ ડોમ ઉભો કરીને 200 બેડની નવી કોવિડ હોસ્પિટલ બનાવની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે ડોમ પણ નાખી દેવામાં આવ્યો હતો પરંતુ અચાનક વહીવટી તંત્ર દ્વારા અહીં હોસ્પિટલ બનવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે.
આ પણ વાંચો : પરિવાર હો સાથ તો હર મુશ્કિલ હો પાર - 22 સભ્યોના પરિવારે આપી કોરોનાને માત
રયુનિવર્સિટીમાં બેડની સંખ્યા વધારવામાં આવશે
યુનિવર્સિટી ખાતે પણ ઓક્સિજન સાથેની 200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવની જાહેરાત કરાઈ હતી. જ્યાં હાલ 50 બેડની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે પરંતુ અહીં ઓક્સિજનના અભાવે 200 બેડની હોસ્પિટલમાં અહીં શરૂ થઈ શકી નહોતી. જ્યારે હવે ધીમેધીમે પરિસ્થિતિ સુધરી રહી હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા પણ ચૌધરી ગ્રાઉન્ડ ખાતે 200 બેડની હોસ્પિટલ પડતી મૂકીને યુનિવર્સિટીમાં હવે બેડની સંખ્યા વધારાવનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.