- 200 વર્ષમાં ન ઉજવાયો હોય તેવો સ્વામિનારાયણ મહોત્સવ
- આ પ્રકારનું હશે સ્વામિનારાયણનું ભવ્ય મંદિર
- મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરવામાં આવશે
રાજકોટઃ રાજકોટ ભાવનગર રોડ પર આવેલા સરધાર ગામ ખાતે ભવ્ય સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ (Sardhar Swaminarayan Mahotsav)ની ઉજવણી કરવામાં આવશે. જે મહોત્સવ આગામી 8 દિવસ સુધી ચાલનાર છે. જ્યારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Bhupendra patel at Sardhar Swaminarayan Mahotsav)ના હસ્તે કરવામાં આવનાર છે. તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સાથે આગામી 11 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit shah at Sardhar Swaminarayan Mahotsav) પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવનાર છે. મંદિરના સંતો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સ્વામિનારાયણ સંસ્થાના 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનો મૂર્તિ પ્રતિષ્ઠા યોજાનાર છે. જેમાં દેશ વિદેશના અનેક સંતો મહંતો તેમજ ભાવિક ભક્તો હાજરી આપવાના છે.
આ પ્રકારનું હશે સ્વામિનારાયણનું ભવ્ય મંદિર
સરધાર ખાતે સ્વામી નિત્યસ્વરૂપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શનથી અને સમગ્ર સત્સંગ સમાજના સાથ-સહકારથી 5 શિખર સહિત 70 હજાર ઘનફૂટમાં બંસી પહાડ પથ્થરમાં 99x155 ફુટના ઘેરાવાવાળું અને 81ફુટ ઊંચાઈવાળું તૈયાર થતા શિલ્પ સ્થાપત્યમાં સંપ્રદાયના નજરાણારૂપ બન્યું છે. આ મંદિરમાં 16 ધુમ્મટ અને 108 સ્તંભ તેમજ 108 કમાન છત કોસલા નકશીકામ યુક્ત ભવ્ય મંદિર તૈયાર થયું છે. ઉલ્લેખનીય છે કે નિત્યસ્વરૂપદાસજીના નેતૃત્વમાં જગન્નાથપુરી, મહુવા, ભાવનગર, વિદ્યાનગર, ડોંબીવલી (મુંબઈ) વગેરે સ્થાનોમાં ભવ્ય શિખરબધ્ધ મંદિરો ભારતીય સાંસ્કૃતિક ભવ્યતા અને આધ્યાત્મિક દિવ્યતાની સાથે આકાર લઈ રહ્યા છે તથા 100 જેટલા હરિમંદિરોના નિર્માજ્ઞકાર્ય થઈ ચૂક્યા છે.
મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરવામાં આવશે
સરધાર ખાતે સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ યોજાશે. જો કે હજુ સુધી આ મૂર્તિ અંગેની વિગતો મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવી નથી. જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અહીં એકી સાથે 2 હજાર વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહી શકે તેવી છાત્રાલયનું ભૂમિપૂજન કરશે. મહોત્સવ દરમિયાન 15 હજારની વસ્તી ધરાવતા સરધામ ગામના તમામ લોકોને 9 દિવસ સુધી નિઃશુલ્ક ભોજન પણ કરાવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઈતિહાસ (History of Swaminarayan)માં કયારેય પણ ન યોજાયો હોય તેવો સરધારધામ ખાતે મહોત્સવ યોજવામાં આવશે.
આ પણ વાંચો: મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
આ પણ વાંચો:વડતાલ ગોમતી કિનારે કરોડોના ખર્ચે શ્રીજી મહારાજની પ્રસાદી સંગ્રહાલયનું નિર્માણ