ETV Bharat / city

Survey OF Saurashtra University : શું તરુણોને ઘરેથી ભાગી જવાનું થાય છે મન ? જાણો... - Psychological Studies Saurashtra University

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવને તરુણાવસ્થાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ ( Survey OF Saurashtra University ) કર્યો છે. આ સર્વેમાં તરુણાવસ્થા ( Psychological Adolescence ) માં બાળકોને કેવી મુશ્કેલીઓ પડી રહી છે અને તે શું અનુભવી રહ્યા છે, તે બાબતે ચોંકાવનારા પરિણામો ( Psychological Studies ) સામે આવ્યા છે. તરુણાવસ્થાએ જીવનનો એવો સમય છે જ્યારે વ્યક્તિની જનેન્દ્રીયો પોતાની પરિપક્વતામાં પ્રવેશ કરે છે. આથી, તરુણોને શારીરિક કરતા માનસિક સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જાય છે.

Survey OF Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તરુણાવસ્થાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ
author img

By

Published : Jun 27, 2021, 6:18 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તરુણોની માનસિક સ્થિતિ અંગે કર્યો સર્વે
  • હાલની પરિસ્થિતિમાં તરુણોને લાગી રહ્યું છે જીવન મુશ્કેલ
  • તરુણોની શારીરિક કરતા માનસિક સમસ્યાઓમાં નોંધાયો વધારો

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Survey OF Saurashtra University ) મનોવિજ્ઞાન ભવને તરુણાવસ્થાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ ( Psychological Studies ) કર્યો છે. જેમાં, અનેક પરિણામો સામે આવ્યા છે કે, આપણે એક જટિલ અને ઝડપી ગતિવાળી દુનિયામાં જીવીએ છીએ. જેમાં ઘણા કારણસર મોટા વ્યક્તિઓને પણ ક્યારેક જીવન જીવવું મુશ્કેલ લાગે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તરુણોને ( Psychological Adolescence ) પણ જીવન જીવવું એટલું જ મુશ્કેલ લાગવા લાગ્યું છે. આથી તે આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. અત્યારની પેઢીને ઘણીવાર એવું લાગે છે કે દુનિયા આપણા માટે ખૂબ જ ક્રૂર છે. આમ, શારીરિક કરતા માનસિક સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. હાલમાં આ સમસ્યાઓ તરુણાવસ્થામાં વધુ જોવા મળી રહી છે.

તરુણાવસ્થામાં જનેન્દ્રીયોનો પોતાની પરિપક્વતામાં પ્રવેશ

તરુણાવસ્થાએ જીવનનો એવો સમય છે જ્યારે વ્યક્તિની જનેન્દ્રીયો પોતાની પરિપક્વતામાં પ્રવેશ કરે છે. તરુણાવસ્થાએ વિકાસનો કોઈ સ્વતંત્ર સમય નથી. તે કિશોર વયના વિસ્તરણનો ફક્ત એક ભાગ છે. કિશોરોમાં શારીરિક, માનસિક, આવેગિક, નૈતિક અને આધ્યાત્મિક આવા દરેક પ્રકારના ભાગનો સમાવેશ થાય છે. પરંતુ, તરુણાવસ્થાનો મુખ્ય સબંધ શારીરિક વિકાસ સાથે હોય છે. આ શારીરિક વિકાસની અસર તેમના માનસિક વિકાસને પણ અસર કરતી હોય છે. જેના કારણે તેની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો અભ્યાસ કરવો જરૂરી બની રહે છે.

93 ટકા તરુણો અનુભવે છે માનસિક, સામાજિક સમસ્યાઓ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને તરુણાવસ્થાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે. જેમાં 360 તરુણો અને 540 વડીલો પાસે પ્રત્યુત્તરો મેળવવામાં આવ્યા હતા. આ બાદ સર્વેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. 93 ટકા લોકોએ સ્વીકાર્યું કે, સાંપ્રત સમયમાં અમારી નજરે આવેલા તરુણો માનસિક અને સામાજિક સમસ્યાઓ અનુભવતા હોય એવું લાગે છે. 81.30 ટકા લોકોએ સ્વીકાર્યું કે, આધુનિક સંસ્કૃતિ અને પરિસ્થિતિની તરુણોના જીવન પર નિષેધક અસર થઈ રહી છે. શું આજનો તરુણ પોતાના પરનો સંયમ ગુમાવી બેઠો હોય એવું લાગે છે? આ પ્રશ્નના જવાબમાં ૮૪.૪૦ ટકા લોકોએ જણાવ્યું કે, હા આજનો તરૂણ પોતાના પરનો સંયમ ગુમાવી બેઠો છે.

શું તરુણો પોતાના માતા પિતાના હસ્તક્ષેપથી છુટકારો મેળવવા ઈચ્છે છે ?

  • આ બાબતે 71.90 ટકા લોકોએ સહમતી દર્શાવી
ટકાવારી તરુણો અંગે લોકોનું મંતવ્ય
78.10વર્તનમાં બેદરકારી વધી છે
71.90બીજા પર ઓછું ધ્યાન આપી સરખા જવાબો આપતા નથી
96.90 ઝડપી ક્રોધમાં આવી ઉત્સુકતા બતાવે છે
87.50સ્વતંત્રતા મેળવવા માટે માતા પિતા સાથે દલીલ અને જગડો કરે છે

શું તરુણો બીજાનું કહેવું ન માની વિરોધી વર્તન કરે છે, એવું લાગે છે?

  • આ પ્રશ્નના જવાબમાં 84.40 ટકા લોકોએ સહમતી દર્શાવી

શું તરુણો આદર્શવાદ અને વાસ્તવિકતા કરતા સરળતા તરફ વધુ ધ્યાન આપે છે ?

  • આ પ્રશ્નના જવાબમાં 87.50 ટકા લોકોએ સહમતી દર્શાવી
ટકાવારી તરુણો અંગે લોકોનું મંતવ્ય
90.60પોતાની ટીકા સાંભળી ગુસ્સે થઇ જાય છે
68.80ઘર મુકીને ભાગી જવાનું વર્તન વધ્યું છે
93.80તરુણોમાં ડિપ્રેશન, સ્ટ્રેસ, એકલતા વધી હોય એવું લાગે છે

ચિંતા અને એકલતા અનુભવતા 63 ટકા કિશોરો

હાલના યુગમાં તણાવ, વિચલિતતા, ચિંતા અને એકલતા અનુભવતા 63 ટકા કિશોરો છે. બાકીના 37 ટકા સામાન્ય અને સ્વસ્થ હોવાનું જણાવે છે. હાલના તરુણો સ્વીકારે છે કે લોકડાઉન, મહામારીનો ભય અને ઓનલાઇન શિક્ષણથી તેમની સમસ્યાઓ ખુબ જ વધી છે. તેઓને ઘરમાં સતત નજર કેદ હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. મિત્રો - સહેલી સાથે બહાર ન જઈ શકવાથી તરુણો સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત, ઘર છોડી ભાગી જતા તરુણો સાથેની વાતચીતમાં પેરેન્ટિંગ સ્ટાઇલ જવાબદાર છે. ( મનોવિજ્ઞાન ભવનમાં 27 તરુણોના વાલીઓએ કહેલું હતું કે તેઓ ઘરેથી ભાગી જાય છે અને આખો આખો દિવસ ઘરે આવતા નથી.) ઘરેથી ભાગી ગયેલા તરુણોએ ખુલાસો કર્યો કે તેઓએ પરિવારના અતિશય નિયંત્રણ અને દબાણથી છુટકારો મેળવવા માટે આ રીત અપનાવી હતી. ઘરના સભ્યોની સજાના ડરથી ઘરેથી ભાગ્યા હતા.

તરુણોની રક્ષણાત્મક વાતાવરણને કારણે સ્વતંત્રતા ખોરવાઈ ?

તરુણોને એવું લાગી રહ્યું છે કે, વધુ પડતા રક્ષણાત્મક વાતાવરણને કારણે તેમની સ્વતંત્રતા ખોરવાઈ રહી છે. 28 ટકા તરુણોના કહ્યા મુજબ, તેઓ પ્રેમ સંબંધના કારણે ઘરેથી ભાગી જવાનું વિચારે છે. 22 ટકા તરુણોએ કહ્યું કે, માતા-પિતાએ તેમની જવાબદારી બરાબર નિભાવી નથી. અપેક્ષાઓ પૂર્ણ ન થવાને કારણે ઘરની બહાર નીકળી ગયા હતા. 25 ટકા તરુણો માતા પિતાની બળવાખોર વૃત્તિને કારણે ઘર છોડી ગયા. 9 ટકા તરુણોને લાગ્યું કે, તેમના પરિવારના સભ્યોમાં કોઈ સુમેળ કે સહકાર નથી. 12 ટકા તરુણો સ્વીકારે છે કે, તેમના માતાપિતા તેમનો દુરુપયોગ કરે છે અને માર મારતા હોય છે. આથી નિરાશ થઈને તે ઘરેથી ભાગ્યા હતા. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે જણાવ્યું કે, કિશોરાવસ્થામાં માનસિક સમસ્યાઓ શરૂ થઇ હોય અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં ન આવ્યું હોય તો તે સમસ્યા પુખ્ત થયા પછી પણ પીછો છોડતી નથી. માનસિક સમસ્યાઓ જે આવે છે તેનાથી 50 ટકા સમસ્યાઓ તરૂણાવસ્થા દરમિયાન શરૂ થયેલી હોય છે.

માનસિક સમસ્યાઓમાંની એક સમસ્યા તણાવ કે સ્ટ્રેસ

તરુણાવસ્થામાં વિપરિત લિંગની વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ ખુબ જ પ્રબળ હોય છે. કિશોરાવસ્થા એવો સમય છે કે તેમાં જાતિગત અને શરીરના અંગત અવયવો વિકસવાની શરૂઆત થાય છે. ત્યારે તે “ સાચા ” અને “ ખોટાનો ” ભેદ સમજી શકતા નથી. છોકરાઓ વિપરીત લિંગની વ્યક્તિઓ પ્રત્યે ધણા દ્વેષ અને વિચિત્ર લાગણી અનુભવે છે. જોકે, આ તેમનો બચાવ હોય છે. તરુણાવસ્થા દરમિયાન મોબાઇલ વીથ ઇન્ટરનેટ આપવાથી તરૂણોમાં વિકાર વધ્યો છે. તરૂણોને સાચવવા માટે ઓનલાઇન શિક્ષણથી બચાવવા પડશે. કેમ કે તેઓ ઇન્ટરનેટમાં વિષય સંબંધિત ભણશે નહી પણ પોતાનાં મનમાં વિકારો વિશે સર્ચ કરશે આથી તેનાથી તે ખુબ જ મુશ્કેલી સર્જશે. આ કારણો સર, બાળકો તેમના માતાપિતાનો પણ ગુસ્સો સહન કરી શકતા નથી. આનાથી તેમના આત્મસન્માનને ઠેસ પહોંચે છે.

Survey OF Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તરુણાવસ્થાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ

તને કઈ ન ખબર પડે

તને કઈ ન ખબર પડે જેવા વાક્યોનો મારો કરી માતાપિતા અને પરિવારના સભ્યો તરુણોને વારંવાર રોકતા ટોકતા હોય છે. આ સહિતના કેટલાંક પ્રકારના નકારાત્મક વિધાનો બોલતા હોય છે.

માતા પિતા પાસે ધાર્યું કરાવવાનું વલણ

આજના બાળકોમાં માતા પિતા પાસે ધાર્યું કરાવવાનું વલણ, જિદ્દી વર્તનમાં વધારો થયો છે. જ્યારે, ગમતું કામ કે વર્તન પર પણ રોક લગાવવામાં આવે ત્યારે ઘરથી ભાગી જવાનું વર્તન તેમનું ધ્યાન આકર્ષિત કરવા માટે થતું હોય છે.

પરિવાર વચ્ચેના ઝગડાઓ

પતિ-પત્ની વચ્ચેના ઝગડાઓ જ્યારે હળવા પ્રકારના હોય ત્યારે તેનું નિવારણ લાવી શકાય પણ જ્યારે અહંમને કારણે આ વાતનો નીવેડો ન આવે તો તેની અસર બાળ માનસ પર થાય છે અને તે આવેશમાં આવી ઘર છોડી દેવાનું વર્તન કરતા જોવા મળે છે.

ખોટી સોબત

મિત્રની સોબત ખરાબ હોય ત્યારે તે અન્ય લોકોને પણ અવળે રસ્તે લઈ જવામાં વાર લગાડતો નથી. ખોટી સોબત અને સંગતને કારણે ઘણી વખત પકડાઈ જવાના ભયથી બાળક કે યુવાનોમાં ઘર છોડી ભાગી જવાનું વર્તન જોવા મળે છે.

શું આ તમે જાણો છો ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.