ETV Bharat / city

બાળકોને માસ પ્રમોશન બાદ પણ વાલીઓમાં દુવિધા, જાણો શા માટે ? - મનોવૈજ્ઞાનિક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Survey Of Saurashtra University ) ના મનોવિજ્ઞાન ભવન ( Psychology Department ) દ્વારા માસ પ્રમોશન મળ્યા બાદ વાલીઓ પોતાના બાળકો વિશે શું વિચારી રહ્યા છે, તેના વિશે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 810 વાલીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારે પરિણામો સામે આવ્યા છે. આ સર્વેમાં વાલીઓને જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

બાળકોને માસ પ્રમોશન બાદ પણ વાલીઓમાં દુવિધા

author img

By

Published : Jul 13, 2021, 4:18 PM IST

  • પ્રમોશન મળ્યા બાદ વાલીઓ પોતાના બાળકો વિશે શું વિચારી રહ્યા છે ?
  • ભવન દ્વારા 810 વાલીઓને પૂછવામાં આવ્યા જુદા જુદા પ્રશ્નો
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો

રાજકોટ: બાળકોનું ભણતર માતા-પિતા માટે આજે કસોટીરૂપ થઈ રહ્યું છે. એક સમયે પોતાના સંતાનો કયા ધોરણમાં ભણે છે તે પિતા જાણતા ન હતા અને માતા પર પણ ક્યારેય બાળકોની પરીક્ષાનું ટેન્શન જોવા મળતું નહિ, પરંતુ આજે પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. માતા પિતા બાળકના ભણતરની બાબતે સતત ચિંતીત રહે છે અને તે માટે જાતજાતના પ્રયાસો કરતાં જોવા મળે છે. આથી, આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી( Survey Of Saurashtra University )ના મનોવિજ્ઞાન ભવન ( Psychology Department ) દ્વારા માસ પ્રમોશન મળ્યા બાદ વાલીઓ પોતાના બાળકો વિશે શું વિચારી રહ્યા છે તેના પર સર્વે કરવામાં આવ્યો છે.

શિક્ષણ વ્યવસ્થા પણ બદલાવ

આજે શિક્ષણ વ્યવસ્થા પણ બદલાઈ ચૂકી છે. આથી, સંતાનોની ઉજ્જવળ કારકિર્દીનું ધ્યેય ધરાવતાં પ્રત્યેક વાલી બાળકોના ભણતરમાં રસ લે છે. તે જ પ્રમાણે, એક કે બે સંતાનો હોવાથી માતા-પિતા તેમને પૂરતો સમય પણ ફાળવી શકે છે. મનોવિજ્ઞાન ભવન દ્વારા થોડા સમય પહેલા માસ પ્રમોશન મેળવનાર 10માં ધોરણના બાળકોનો સંપર્ક કરી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો માસ પ્રમોશનથી સંતુષ્ટ નથી એવું તારણ સામે આવ્યું હતું. આ સર્વે વખતે વાલીઓનો વલોપાત નજર સામે આવ્યો હતો. આથી, મનોવિજ્ઞાન ભવને વાલીઓને રૂબરૂ અને ગુગલ લિંક મોકલીને સર્વે કર્યો હતો.

810 વાલીઓને જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા

1. તમારા બાળકના માસ પ્રમોશનના રીઝલ્ટથી તમે ચિંતિત છો?

  • 75 ટકા - હા
  • 25 ટકા - ના

2. તમારા બાળકના ભવિષ્યને લઈને તમે સતત ચિંતિત રહો છો ?

  • 100 ટકા - હા

3. તમારા બાળકનું રીઝલ્ટ આવવું જોઈએ એના કરતા ઓછું આવ્યું છે ?

  • 58.3 ટકા - હા
  • 41.7 ટકા - ના

4. માસ પ્રમોશનના કારણે તમારી કે તમારા બાળકની મનગમતી સ્કુલમાં એડમીશન નહિ મળે એવી ચિંતા થાય છે ?

  • 66.7 ટકા - હા
  • 33.3 ટકા - ના

5. ઓનલાઇન શિક્ષણના પ્રમાણમાં રિઝલ્ટ બરાબર આવ્યું હોય એવું લાગે છે ?

  • 58.3 ટકા - ના
  • 41.7 ટકા - હા

6. મહેનત મુજબ રિઝલ્ટ આવે તે માટે કોરોના મહામારીમાં પણ તમારું બાળક બીજીવાર પરીક્ષા આપે એવું ઈચ્છો છો ?

  • 50 ટકા - હા
  • 50 ટકા - ના

7. પરીક્ષા આપવા કરતા સરળતાથી રિઝલ્ટ મળી ગયું માટે માસ પ્રમોશનના રિઝલ્ટથી ખુશ છો ?

  • 75 ટકા - ના
  • 25 ટકા - હા

8. તમારા બાળકને એના ગમતા ફિલ્ડમાં એડમીશન નહિ મળે તેની ચિંતા થાય છે ?

  • 75 ટકા - હા
  • 25 ટકા - ના

9. માસ પ્રમોશન મળવાથી આગળ જતા તમારા બાળકોને એમની ગમતી નોકરી નહિ મળે એ બાબતથી ચિંતા થાય છે ?

  • 75 ટકા - હા
  • 25 ટકા - ના

10. માસ પ્રમોશન અંગે તમારા મંતવ્યો જણાવો

  • પરીક્ષા વગર પાસ કરી દેવામાં આવે તો ભણતરની કંઈ કિંમત જ ના રહે

આગળ જતા અમને નુકશાની થશે

માસ પ્રમોશનને લઈને ખાસ ચિંતા એ છે કે, આગળ જતાં નોકરીમાં કોઈ પૂછશે કે ક્યાં વર્ષેમાં 10મું ધોરણ પૂરું કર્યું, તો અમારા બાળકને કહેવું પડશે કે 2021માં માસ પ્રમોશન સાથે પાસ કર્યું છે. એવું કહેતા અન્ય લોકો અમારા બાળકની મજાક ઉડાવશે કે, પરીક્ષા વગર પાસ થયેલા બાળક, આ ઉપરાંત, બીજું પણ ઘણું બધું સાંભળવું પડશે હોશિયાર હશે અમારું બાળક તો પણ, એટલે આ માસ પ્રમોશનથી અત્યારે તો પાસ કર્યા છે, પરંતુ આગળ જતા અમને નુકશાની થવાની શક્યતાઓ ઘણી છે.

માસ પ્રમોશને મારા સપના પર પાણી ફેરવ્યું : વાલી

એક વાલીએ કહ્યું કે, મારે ખુબ ભણવું હતું, એક મારું સપનું હતું, સ્કૂલ કોલેજ ફર્સ્ટ આવવાનું, પણ ત્યારે આર્થિક ખેંચને કારણે હું ભણી ન શક્યો, આથી મેં લક્ષ્ય રાખ્યું હતું કે, મારા બન્ને સંતાનો બોર્ડ ફર્સ્ટ આવે એવી તૈયારી કરાવીશ. મારા સંતાનો મહેનત પણ કરતા હતા, પરંતુ આ માસ પ્રમોશને મારા સપના પર પાણી ફેરવ્યું.

વિદ્યાર્થીની મહેનત એળે ગઈ

એક માતાએ કહ્યું કે, રાજકોટ જિલ્લામાં મારો દીકરો ફર્સ્ટ આવે તે માટે તેના કરતા વધારે મેં ઉજાગરા કર્યા છે. આ ઉપરાંત, ઘણી માનતાઓ માનેલી, મારી બધી મહેનત પાણીમાં ગઈ, મને ખાવુ પીવું ભાવતું નથી. મારું સંતાન પ્રથમ ન આવી શક્યું તેનું દુઃખ છે.

માસ પ્રમોશનથી શિક્ષણનું મૂલ્ય ઘટ્યું

માસ પ્રમોશનની મોટી અસર શિક્ષણ પર થઇ છે. માસ પ્રમોશનના કારણે પહેલા જે અમારું સંતાન ભણવામાં ધ્યાન આપતું હતું, તે હવે ડાયવર્ટ થઇ ગયું છે. હવે રમત ગમત કે મોબાઈલમા જ ધ્યાન આપે છે. જે દરેક માતાપિતા માટે ચિંતાનો વિષય હશે.

શું આ તમે જાણો છો ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.