- રાજકોટમાં કોરોના થયા બાદ યુવતીએ કર્યો આપઘાત
- કોરોનાથી રિકવર થયા બાદ માનસિક સ્થિતિ બગડી હતી
રાજકોટઃ કોરોના મહામારીમાં ઘણા બધા લોકોના જીવ હોમાયા છે. એવામાં રાજકોટના એક યુવાનની કોરોના થયા બાદ માનસિક સ્થિતિ બગડતા આપઘાત કર્યો હોવાનું આવ્યું છે. યુવાને પોતાના ઘરેથી નીકળીને મવડી વિસ્તારમાં આવેલ સગુણા ચોક નજીક ખેતરમાં ઝાડ પર લટકીને ગળેફાંસો ખાઈ લીધો છે. જેને લઈને પરિવારજનો દ્વારા કોરોના થયા બાદ તેની માનસિક સ્થિતિ બગડતા આવું કર્યાનો આક્ષેપ પણ કર્યો છે.
કોરોના થયા બાદ માનસિક સ્થિતિ બગડી હતી
શહેરના ગોંડલ રોડ ખાતે આવેલા પુનિતનગરમાં રહેતા જષ્મીન મહેતા નામના યુવાનને ત્રણ મહિના અગાઉ કોરોના થયો હતો. ત્યારબાદ કોરોના મુક્ત થઈ જતા તે સત્તત ચિંતામાં રહેતો હતો અને ધંધામાં પણ મંદી હતી. જેને લઈને તેની માનસિક સ્થિતિ બગડી હતી. ત્યારે ગુરુવારે સાંજે પોતાના ઘરેથી યુવાન બાઈક લઈને નીકળી ગયો હતો. જો કે પરિવારજનો દ્વારા યુવાનનો સંપર્ક કરવામાં આવતા સંપર્ક થયો નહોતો. જ્યારે યુવાનનો મૃતદેહ ખેતરમાં લટકતી હાલતમાંં મળી આવ્યો ત્યારે પરિવારજનોને પણ આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી.
મૃતક યુવાનને સંતાનમાં બે પુત્રીઓ
મૃતક જષ્મીનના લગ્ન થઈ ગયા હતા. તેમજ તેને સંતાનમાં બે પુત્રીઓ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મૃતક હોઝીયરીના ધંધા સાથે સંકળાયેલો હતો. પ્રાથમિક કારણ એવું જાણવા મળ્યું છે કે, યુવાને ખેતરમાં પહેલા મોટા પથ્થરપર ચડીને દોરી ઝાડ સાથે બાંધી ગળામાં નાખી અને પથ્થર પગ વડે દૂર કરી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.