- રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થીનીનો આપઘાત
- વિદ્યાર્થીનીએ ગર્લ્સ હોસ્ટેલના આઠમા માળે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
- સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સ્ટુડન્ટ નર્સ તરીકે પણ ફરજ બજાવતી હતી
રાજકોટઃ શહેરમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગર્લ્સ હોસ્ટેલના આઠમા માળે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેનાર રાજકોટની એચ.એન શુક્લા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેમજ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સ્ટુડન્ટ નર્સ તરીકે પણ ફરજ બજાવતી હતી. જો કે વિદ્યાર્થીનીએ અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે.
![રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થીનિનો આપઘાત, કારણ અકબંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-04-rajkot-nurse-av-7202740_30122020143918_3012f_1609319358_100.jpg)
વિદ્યાર્થીનીનું આપઘાતનું કારણ અકબંધ
સુજાતા ચૌહાણ ખાનગી કોલેજમાં નર્સિંગના અભ્યાસ સાથે રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 4 મહિનાથી સ્ટુડન્ટ નર્સ તરીકે ફરજ બજાવતી હતી. તેમજ મંગળવારના રોજ તેનો ઓફ હોવાથી તે રૂમમાં હતી. ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. તેની રૂમ પાર્ટનરે સાંજે નોકરી કરીને દરવાજો ખોલતા અંદર સુજાતાનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે છાત્રાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થીનિનો આપઘાત, કારણ અકબંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-04-rajkot-nurse-av-7202740_30122020143918_3012f_1609319358_386.jpg)
એક મહિનાની રજા લઈને ઘરે જવાની હતી
સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેને પોતાની માતા સાથેની છેલ્લી વાતચીત દરમિયાન જણાવ્યું હતું. વિદ્યાર્થીનીની તબિયત સારી ન હોવાના કારણે તે એક મહિનાની રજા લઈને ઘરે જવાની હતી. પોલીસને પણ હજુ સુધી ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી નથી. જેને લઈને વિદ્યાર્થીનીના મોતનું ચોક્કસ કાર આવતા હજુ વાર લાગી શકે એમ છે.