ETV Bharat / city

વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ કોરોના રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લઈ શકશે - વેક્સીનેશન વેબસાઈટ લિન્ક

રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લિન્ક મુકવામાં આવી છે.

વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ કોરોના રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લઈ શકશે

author img

By

Published : Jun 7, 2021, 8:53 PM IST

  • વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર
  • કોરોના રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લઈ શકશે
  • રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લિન્ક મુકવામાં આવી

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે. જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય તેવા વિદ્યાર્થીઓ વેકસીનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લઇ શકશે.

બીજો ડોઝ 28 દિવસ બાદ લઈ શકાશે

વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીન લેવા માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર (એડ્રેસ:- ૨૧-રામનાથ પરા, માળિયાનો ઉતારો, મેટ્રો પાનની પાસે) ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સમય સવારે નવથી 12 કલાક સુધીનો રહેશે. જે વિદ્યાર્થીઓએ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને વેક્સીનનો બીજો લેવા આવે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી કરેલી અરજીની પ્રિન્ટ, ઓફર લેટર, પાસપોર્ટની ઝેરોક્સ, વિઝાની નકલ, આધાર કાર્ડ અને વેકસીનનો પ્રથમ ડોઝ મેળવ્યાનું સર્ટિફીકેટ સાથે લાવવાનું રહેશે.

આ પણ વાંચોઃ CM Rupani ના હસ્તે રાજકોટમાં રૂ. 232.50 કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત

પ્રથમ ડોઝ બાકી હોય તે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન જરૂરી

જે વિદ્યાર્થીઓનો વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે. તેમણે www.cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરી સ્લોટ બુક કરી વેક્સીન લઇ શકશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લિન્ક -

http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx છે. જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે.

આ પણ વાંચોઃ કોરોનાને કારણે લુહારની હાલત કફોડી, છેલ્લા 50 વર્ષમાં ન આવી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.