ETV Bharat / city

કોવિડ-19 હોસ્પિટલના કપડાને જંતુ મુક્ત રાખવા કરાય છે દરરોજ ખાસ વૉશિંગ - rajkot corona update

રાજકોટમાં કોવિડ-19 હોસ્પિટલમાં કપડાને જંતુ મુક્ત રાખવા દરરોજ ખાસ વૉશિંગ કરવામાં આવે છે. સવારે દર્દીને સ્વચ્છ બેડશીટના મખમલી ગાદલા અને ઓશિકાયુક્ત પથારીમાં ટ્રીટમેન્ટ મળી રહે તેની ખાસ તકેદારી સ્ટાફ દ્વારા લેવામાં આવે છે.

special washing for corona affected clothes
કોવિડ-19 હોસ્પિટલના કપડાને જંતુ મુક્ત રાખવા કરાય છે દરરોજ ખાસ વૉશિંગ
author img

By

Published : Apr 14, 2020, 6:47 PM IST

રાજકોટઃ કોવિડ-19 હોસ્પિટલમાં કપડાને જંતુ મુક્ત રાખવા દરરોજ ખાસ વૉશિંગ કરવામાં આવે છે. સવારે દર્દીને સ્વચ્છ બેડશીટના મખમલી ગાદલા અને ઓસીકા યુક્ત પથારીમાં ટ્રીટમેન્ટ મળી રહે તેની ખાસ તકેદારી સ્ટાફ દ્વારા લેવામાં આવે છે.

કોરોના વાઇરસ કે બેક્ટેરિયા સહિતના જંતુ પ્રસરે નહીં તે માટે અનેકાએક પગલાંઓ લેવાઈ રહ્યાં છે કોરોના સંક્રમિત દર્દીઓ દ્વારા આ જીવાણુ કોઈ પણ રીતે પ્રસરે નહિ તેની યોગ્ય સારસંભાળ પણ તેટલીજ જરૂરી છે. દર્દીઓના બેડશીટ, રૂમાલ, ટુવાલ, ઓશિકાના કવર અને ઓઢવાની ચાદરને રોજેરોજ ખાસ વોશિંગ કરી કેર લેવામાં આવતી હોવાનું હોસ્પિટલના મેન્જમેન્ટ સાથે જોડાયેલા યશસ્વીબેન જેઠવા જણાવે છે.

special washing for corona affected clothes
કોવિડ-19 હોસ્પિટલના કપડાને જંતુ મુક્ત રાખવા કરાય છે દરરોજ ખાસ વૉશિંગ

હાલ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સિવિલ કેમ્પસમાં ૨૫૦ બેડની ખાસ કોવિડ સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં ઉભી કરાઈ છે. તેમાં છઠ્ઠા માળે ખાસ વોશિંગ લોન્જ બનાવવામાં આવી છે. અહીં હોસ્પિટલના દર્દીના પથારીની બેડશીટ, ચાદર, ઓશિકા, નેપકીન સહિતના કપડાં રોજેરોજ ધોવામાં આવે છે. આ માટે ખાસ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ કપડાઓ વહેલી સવારે ખાસ કેમીકલ સોડિયમ હાયપોક્લોરાઇટને પાણી સાથે મિક્ષ કરી બોળી દેવામાં આવે છે. પરિણામે આ કપડાઓમાંથી મોટેભાગે જર્મ્સ કિલન થઈ જાય છે. ત્યારબાદ આ કપડાંઓને વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે, જેમાં પણ ડિટર્જન્ટ સાથોસાથ ખાસ કેમિકલ પોટેશિયમ મેંગેનેટ (KMNO4)નાખી કપડાંઓને વૉશિંગ મશીનમાં ધોયા બાદ તેને ખુલ્લામાં તડકા નીચે સૂકવવામાં આવે છે.

આ કામ માટે જે લોકો રોકાયેલા છે તેઓ પણ ખાસ કિટ પહેરીને સાવચેતી સાથે વૉશિંગ કામ કરે છે. તેઓને એપ્રન, માસ્ક, પગમાં બુટ અને ખાસ ગ્લોઝ પહેરાવવામાં આવે છે, તેમ એજન્સીના ઇન્ચાર્જ જણાવે છે. આજ રીતે પથિકા આશ્રમ કે જ્યાં લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે, ત્યાં પણ આજ રીતે અહીં જેટલા લોકો પથારીનો ઉપયોગ કરે છે, તે તમામ બેડના કપડાંઓનું વોશિંગ કરી આપવામાં આવે છે,

કહેવાય છે કે ''જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા'' અને સ્વચ્છતા હોઈ ત્યાં અડધી બીમારી તો એમજ દૂર થઈ જતી હોય છે. ત્યારે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સારવાર બાદ તમામ કોરોના પૉઝિટિવ દર્દીઓ પણ સાજા થઈ ઘર વાપસી કરે છે, તેમાં દવા, દુવા અને સ્વચ્છતા પણ તેટલો જ મહત્વનો ભાગ ભજવે છે, તેમ બેશક કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.