- રાજકોટમાં વધુ એક નકલી ડૉક્ટરની ધરપકડ
- SOGએ લક્ષ્મીનગર પાસેથી ડૉક્ટરની કરી ધરપકડ
- ડેન્ટિસ્ટ તરીકે ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં
રાજકોટ : રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક નકલી ડૉક્ટરને ઝડપી પાડયો હતો. આ ડોક્ટર કોઇપણ જાતની મેડીકલ ડિગ્રી ધરાવતો ન હોવાના છતાં પણ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા ઝડપાયો છે. SOGએ રાજકોટના લક્ષ્મીનગર ખાતે આવેલ PGVCLની ઓફિસ નજીકથી ઝડપી પાડ્યો છે. તેમજ આ અંગે નકલી ડોક્ટરને ઝડપી પાડી તેની વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રાજકોટમાંથી અગાઉ પણ મેડિકલ વગરના નકલી ડોક્ટર ઝડપાયાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે.
લક્ષ્મીનગર ખાતે આવેલા અનુપમ સોસાયટીની શેરી નંબર 4ના કર્મયોગી નામના મકાનમાં 45 વર્ષીય અલ્પેશ ભરતભાઇ જોશીએ ડેન્ટિસ્ટ તરીકે ક્લિનિક ખોલી હતી. છેલ્લા ત્રણ વર્ષથી દવાખાનામાં ઉપયોગમાં લેવાતા સાધનો વડે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો હતો. આ વાતની જાણ પોલીસને થતા પોલીસે નકલી ડૉક્ટરને ધરપકડ કરી હતી. ઘટનાસ્થળેથી દવાઓ, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.