- ગ્રામ્ય વિસ્તારની સગીરા પર આચરવામાં આવ્યું દુષ્કર્મ
- ત્રણ લોકો સગીરાને કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા
- સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધવા પામી છે
રાજકોટ: એક તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ થવાની સમાજને કલંકિત કરનારી ઘટના સામે આવી છે. તાલુકાના એક ગામમાં સગીર વયની દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલના એક હવસખોરના સંપર્કમાં આવી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, એક આરોપીની ધરપકડ
અજાણ્યા વ્યક્તિ સાથે ફ્રેન્ડશીપ કરવી સગીરાને ભારે પડી
સોશિયલ મીડિયાના અજાણ્યા વ્યક્તિ સાથે ફ્રેન્ડશીપ કરવી આ સગીરાને ભારે પડી હતી. સગીરાના ભોળપણનો લાભ લઈને આરોપી વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી અને તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી, અવી મુકેશભાઈ સોલંકીએ સગીરાનું કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા. જ્યાં એક વ્યક્તિ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને બીજા બે નરાધમો દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા.
હવસખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી
રાજકોટના એક ગામની 12 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને ગોંડલના વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી, તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી, અવી મુકેશભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃ મહેસાણામાં યુવતી સાથે દુષ્કર્મ, યુવકે ફોટા વાઈરલ કરવાની આપી હતી ધમકી
આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ મુજબ ગુનો નોંધાયો છે
આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 363 366 376 354a 114 પોક્સો 4 8 17 મુજબ ગુનો નોંધાયો છે. આરોપી વિરાજ ગોસ્વામી ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાનની દુકાન ચલાવે છે. અવિ સોલંકી ગોંડલ ચોરડી દરવાજા પાસે સહકાર પાનની દુકાન ચલાવે છે, જ્યારે અક્ષય એફ.વાય.બી.કોમનો અભ્યાસ કરી રહ્યો છે.