ETV Bharat / city

રાજકોટમાં ગુંદાવાડી બજારમાં ખરીદી માટે લોકોની પડાપડી, સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ - social distancing in rajkot

રાજકોટના ગુંદાવાડી બજારમાં દિવાળી બાદ પણ લોકો ખરીદી માટે પડાપડી કરતાં જોવા મળ્યા હતા. રાજ્યના ચારેય મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો હોવા છતાં પણ લોકોમાં કોરોના મહામારી અંગેની જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે.

રાજકોટમાં ગુંદાવાડી બજારમાં ખરીદી માટે લોકોની પડાપડી, સોશીયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ

author img

By

Published : Nov 23, 2020, 9:43 PM IST

  • રાજકોટના ગુંદાવાડી બજારમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા
  • રાત્રિ કરફ્યૂ લાદવા છતા પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

રાજકોટઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ ચાર મહાનગરોમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ કોરોનાને લઈને લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં હજુપણ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા હોવાનું કેમેરામાં કેદ થયું છે. તેમજ લોકોને કોરોનાનો જરા પણ ડર ન હોય તે રીતે બજારમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

રાજકોટમાં ગુંદાવાડી બજારમાં ખરીદી માટે લોકોની પડાપડી, સોશીયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ
ગુંદાવાડી બજારમાં ખરીદી માટે લોકોની પડાપડીદિવાળી પર્વ દરમિયાન બજારોમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી હતી પરંતુ હજુ પણ રાજકોટના ગુંદાવાડી બજારમાં દિવાળી બાદ પણ લોકો ખરીદી માટે પડાપડી કરતાં જોવા મળ્યા હતા. બજારમાં જાહેરમાં જ સોશીયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાનું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. જ્યારે કેટલાક લોકો માસ્ક વગરના પણ જોવા મળી રહ્યા હતા. રાજકોટમાં દિવાળી પર્વ બાદ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે છતાં પણ લોકોમાં કોરોનાને લઈને ખૂબ જ બેદરકારી જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલો ઊભા થાય છે કે રાજકોટમાં હજુ પણ કોરોનાના કેસ વધે તો જવાબદાર કોણ?કોરોના પોઝિટિવ કેસની સતત વધતી સંખ્યા ચિંતાજનકરાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો આજે બપોર સુધીમાં રાજકોટમાં 35 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 10,234 કોરોનાના કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાંથી 9,333 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજકોટમાં 600થી વધુ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.