- રાજકોટની કોવિડ શિવાનંદ હોસ્પિટલમાં આગ
- આગની ઘટનામાં 5 દર્દીના થયા મોત
- રાજકોટ પોલીસે તપાસ માટે બનાવી SIT
રાજકોટ: હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 5 દર્દીના મોત થયા છે, જેને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા SITની રચના કરવામાં આવી છે. આ ટીમમાં અધ્યક્ષ તરીકે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, સભ્ય તરીકે દક્ષિણ વિભાગના મદદનીશ પોલીસ કમિશનર જે. એસ. ગેડમ તેમ જ SOG પીઆઈ વાય. આર. રાવલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ આગ મામલે થયેલી તપાસ પર સીધી જ દેખરેખ રાખશે. તેમ જ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ ઉંડાણપૂર્વક થાય તેમજ તે અંગે જરૂરી માર્ગદર્શન પણ પોલીસને પૂરું પાડશે.