ETV Bharat / city

હડતાળનો સાતમો દિવસ: રાજકોટમાં આરોગ્યકર્મીઓ પોતાની માગ સાથે અડગ

દેશમાં એકતરફ કોરોના વેક્સિન માટેનું મહાઅભિયાન શરૂ છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. જેનો આજે સાતમો દિવસ છે. આરોગ્ય કર્મીઓ પોતાની માગ સાથે અડગ જોવા મળી રહ્યાં છે. મુખ્યત્વે યોગ્ય વેતન સહિતની માગણીઓ જોવા મળી રહી છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચર્ચાનો વિષય બની છે.

હડતાળનો સાતમો દિવસ: રાજકોટમાં આરોગ્યકર્મીઓ પોતાની માગ સાથે અડગ
હડતાળનો સાતમો દિવસ: રાજકોટમાં આરોગ્યકર્મીઓ પોતાની માગ સાથે અડગ
author img

By

Published : Jan 18, 2021, 1:33 PM IST

  • રાજકોટમાં આરોગ્યકર્મીઓની હડતાળ
  • યોગ્ય વેતનની માગણી સાથે સાત દિવસથી ચાલી રહી છે હડતાળ
  • વર્ષ 2019માં પણ બે વખત યોજી હતી હડતાળ

    રાજકોટઃ આરોગ્ય કર્મચારીઓએ હડતાળને લઈને જણાવ્યું હતું કે, અગાઉ વર્ષ 2019માં પણ બે વખત અમે હડતાળ યોજી હતી. જે દરમિયાન સરકાર દ્વારા લેખિક બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ લેખિત બાંહેધરીનો અમલ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. જેને લઈને ચાલુ વર્ષે પણ અમારે હડતાળ યોજવી પડી છે. મુખ્યત્વે આરોગ્ય કર્મચારીઓની માગ છે કે તેમની છ જેટલી અલગ-અલગ કેડરને યોગ્ય ગ્રેડપે આપવામાં આવે.
    યોગ્ય વેતનની માગણી સાથે સાત દિવસથી ચાલી રહી છે હડતાળ

  • જિલ્લાના 700 આરોગ્યકર્મીઓ હડતાળ પર

રાજકોટ જિલ્લાના અંદાજિત 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ હાલ હડતાળ પર છે. જેનો આજે સોમવારે સાતમો દિવસ છે. આ અંગે આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, શરુઆતમાં કોરોના આવ્યો ત્યારે અમારા કર્મચારીઓએ ભય વગર કામગીરી કરી હતી. તેમજ હજુ પણ અમે કામગીરી કરી રહ્યાં છીએ પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ માગણી અમારી સંતોષવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.