સંવેદનશીલ સરકારનો નિર્ણય, રૂપાણી સરકાર આવી અનાથ બાળકોની વ્હારે - Orphans
કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેના કારણે અનેક બાળકો અનાથ થયા હતા આવા બાળકોને સરકરા દ્વારા મદદ કરવામાં આવી રહી છે ઉપરાંત રૂપાણી સરકારે આવા બાળકોને મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ આવરી લીધા છે જેના કારણે બાળકોને વધુ મદદ મળે
- કોરોના કાળમાં અનેક બાળકો થયા અનાથ
- રૂપાણી સરકાર આવી આવા બાળકોની મદદે
- મા વાત્સલ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવશે આ બાળકોને
રાજકોટ : કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને નાણાંકીય સહાય આપવાનુ તો સરકારે નક્કી કર્યુ છે. હવે રૂપાણી સરકારે આ અનાથ બાળકો પ્રત્યે સંવેદના દાખવી મા યોજના હેઠળ પણ આવરી લેવા નિર્ણય કર્યો છે. અનાથ બાળકોને મા યોજનામાં ગંભીર રોગોમાં વિના મૂલ્યે તબીબી સારવાર અપાશે.
મા વાતસલ્ય યોજના
કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારાં બાળકોને ગંભીર રોગોમાં વિનામૂલ્યે સારવાર ગુજરાતમાં વર્ષ 2012થી ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને ગંભીર બિમારીઓમાં વિનામૂલ્યે તબીબી સારવાર મળી રહે તે માટે મા અને મા વાતસલ્ય યોજના અમલમાં મૂકી છે ₹.4 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં કુટુંબોને આ યોજનામાં આવરી લેવાયા છે. આ ઉપરાંત બળાત્કાર પિડીત, એસિડ એટેક , જાતિય હિંસાના અસરગ્રસ્તો, પોલીસ,સફાઇ કામદાર અને આરોગ્ય કર્મચારીઓને આ યોજનાનો લાભ અપાય છે.
આ પણ વાંચો : દિલ્હીમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ, આરોપીની ધરપકડ
સરકાર આવી મદદે
ગુજરાત સરકારે અનાથ બાળકો પ્રત્યે સંવેદના દાખવી સામાજીક ન્યાય અિધકારીતા વિભાગની રજૂઆતને પગલે કોરોનામાં માતાપિતા ગુમાવનારા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો લાભ આપવા સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. આખરે સરકારે અનાથ બાળકો પ્રત્યે સંવેદના દાખવા આ દરખાસ્તને મંજૂર કરી છે. હવે 0થી 18 વર્ષના બાળકો કે જેમના માતાપિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હશે તેને આ યોજનાનો લાભ મળશે. આવક મર્યાદા ધ્યાનમાં લીધા વિના આ યોજનાનો નિરાધાર બાળકોને લાભ મળશે.અનાથ બાળક ગુજરાતનુ મૂળ વતની હોય આૃથવા છેલ્લા દસેક વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતુ હોય તેને લાભ મળવા પાત્ર છે.
આ પણ વાંચો : ખગોળીય ઘટના : આજે સવારે 11:30 વાગે પૃથ્વીની સૌથી નજીક આવશે શનિ ગ્રહ