- વિવિધ યુનિવર્સિટીની ડુપ્લીકેટ બમાર્કશીટ અને ડિગ્રી વેચવાનું કૌભાંડ ઝડપાયું
- રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક મહિલા સહિત બે શખ્સોની ધરપકડ
- વિદેશમાં જવા માટે લોકોને વેચતા ડુપ્લીકેટ માર્કશીટ
રાજકોટ: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Rajkot Special Operations Group) દ્વારા એક મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ટોળકીઓ અલગ-અલગ વિદેશ જનાર લોકોને ડુપ્લીકેટ માર્કશીટ (Duplicate markersheet case) વહેંચી હતી. જ્યારે તેમની સાથે અન્ય રાજ્યોના પણ કેટલાક શખ્સો સંકળાયેલા હોવાનું હાલ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેને લઇને રાજકોટ SOG દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિદેશમાં જવા માટે લોકોને વેચતા ડુપ્લીકેટ માર્કશીટ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હાલ કોરોના બાદ વિદેશોમાં ઘણા લોકોને ઉચ્ચ અભ્યાસ અને નોકરી માટે વિવિધ બડિગ્રીઓની જરૂર પડતી હોય છે. ત્યારે આવા લોકોને સંપર્ક કરીને આ ટોળકી દ્વારા ઊંચા ભાવે અલગ-અલગ પોસ્ટ ગ્રેજ્યુએટ અને માસ્ટરની ડુપ્લીકેટ ડિગ્રીઓ (Duplicate markersheet case) બનાવીને વેચવામાં આવતી હતી. જ્યારે હજુ સુધી કેટલા લોકો આવી ડુપ્લિકેટ ડિગ્રી લઈને વિદેશમાં ગયા છે તે અંગેની રાજકોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ ડુપ્લીકેટ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડ મામલે એક મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેની વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.
SOGને મળી હતી ચોક્કસ બાતમી
રાજકોટ SOGને બાતમી મળી હતી કે, શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા રાજપેલેસ ચોક નજીક બિલ્ડિંગમાં રહેતી ધર્મિષ્ઠા જેવીન માકડિયા નામની મહિલા નકલી માર્કશીટ અને ડિગ્રી વેચવાના કામ સાથે જોડાયેલ છે. જેને લઈને છેલ્લા કેટલાક દિવસથી પોલીસ તેના પર વોચ રાખીને બેઠી હતી. ત્યારે તે શહેરના સાધુ વાસવાણી રોડ પર સ્કૂટર લઈને નીકળી તે સમયે પોલીસે તેને રોકીને તેની તપાસ કરતાં તેની પાસેથી મેઘાલય રાજ્યની વિલિયમ કેરી યુનિવર્સિટી, શિલોંનના સહી સિક્કા વાળી ડુપ્લીકેટ 7 જેટલી માર્કશીટ અને 2 ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આ ડિગ્રી માલતી હસમુખભાઈ ત્રિવેદી રાજકોટના મૌલિક ધનેશ જસાણી નામના લોકોની હતી.
યુનિવર્સિટીમાં તપાસ કરતા કૌભાંડ ખુલ્યું
રાજકોટ પોલીસને જે વ્યક્તિના નામની ડિગ્રીઓ મળી હતી. તે વ્યક્તિ અંગે પોલીસ તપાસ કરી હતી અને મેઘાલયમાં આવેલ યુનિવર્સિટીમાં આવા કોઈ પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ નહીં કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે આ ડુપ્લીકેટ માર્કશીટ અને ડિગ્રી દિલ્હીના પ્રદીપ યાદવ નામના શખ્સએ રાજકોટની મહિલાને પહોંચાડ્યા હતા. પોલીસે ધર્મિષ્ઠાની વધુ પૂછપરછ કરતા આવા ગોરખધંધા કરનાર પારસ ખજુરીયાની પણ માહિતી મળી હતી. તેની પાસેથી પોલીસે આગ્રાની ડો.આંબેડકર યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ ઝડપી પાડ્યા હતાં.
ડુપ્લીકેટ ડિગ્રીના રુપીયા 1.25 લાખ પડાવ્યા
પારસ ખજુરીયા નામના શખ્સની અટકાયત બાદ સામે આવ્યું કે, તેને રાજકોટના વૈભવ પાટડીયા અને ગોરડીયા નામના બે વ્યક્તિને આ પ્રકારની ડુપ્લીકેટ માર્કશીટ નવેચી હતી. જ્યારે આ માર્કશીટના રુપીયા 1.25 લાખ વસૂલવામાં આવ્યા હતા. પારસ ખજુરીયા નામના શખ્સને અમદાવાદનો દર્શન નામનો શખ્સ માર્કશીટ પહોંચાડતો હોવાનું ખુલ્યું હતું. હાલ આ સમગ્ર મામલે રાજકોટ પોલીસે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે તેમ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ધો-10, 12 અને ગ્રેજ્યુએશનની ડુપ્લીકેટ માર્કશીટ બનાવાનું કૌભાંડ રાજકોટ પોલીસે ઝડપી પાડ્યું