ETV Bharat / city

જાણો, દૂધમાં થયેલા ભાવ વધારા અંગે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ શું કહ્યું - dairy

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે રાજકોટ ડેરીની આજે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં વર્ષ દરમિયાન ડેરીએ કેટલો નફો કર્યો તેમજ કયા નવા સુધારા કરવાનો નિર્ણય લેવાશે તે અંગે ઠરાવો રજૂ કરાયા હતા.

રાજકોટ ડેરીની વાર્ષિક સામાન્ય સભા
રાજકોટ ડેરીની વાર્ષિક સામાન્ય સભા
author img

By

Published : Jul 23, 2021, 5:50 PM IST

  • રાજકોટ ડેરીની આજે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી
  • ડેરીના હોદ્દેદારો અને કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સભામાં ઉપસ્થિત રહ્યા હતા
  • ભેળસેળ ચેક કરવા માટે અત્યાધુનિક મશીનો રાખવામાં આવ્યા છે

રાજકોટ: દૂધ ઉત્પાદક સંઘ એટલે કે રાજકોટ(rajkot) ડેરીની આજે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ડેરીના હોદ્દેદારો અને કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા( Jayesh Radadia) ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભામાં વર્ષ દરમિયાન ડેરીએ કેટલો નફો કર્યો તેમજ કયા નવા સુધારા વધારા કરવાનો નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે તે તમામ બાબતો અંગેના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા.

રાજકોટ ડેરીની વાર્ષિક સામાન્ય સભા

આગામી દિવસમાં દૂધના ખરીદ ભાવમાં પ્રતિકીલોએ 10 રૂપિયાનો ભાવ વધારો કરાશે

જ્યારે આગામી દિવસોમાં દૂધના ખરીદ ભાવમાં પ્રતિકીલોએ રૂપિયા 10નો ભાવ વધારો પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો- અમુલ પછી હવે Mother Dairyએ પણ દૂધની કિંમતમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો

દૂધમાં ભેળસેળ મામલે 90 મંડળીઓ નોંધાઇ

રાજકોટ ડેરીની વાર્ષિક સામાન્ય સભામાં સંબોધન દરમિયાન કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા( Jayesh Radadia) દ્વારા દૂધમાં ભેળસેળ કરતા શખ્સ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની વાત કરી હતી. જ્યારે ડેરી દ્વારા 90 જેટલી દૂધ મંડળી વિરુદ્ધ ભેળસેળ સહિતના મામલે કાર્યવાહી કરી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ડેરીમાં આવતા દૂધમાં થોડું પણ ભેળસેળ જણાય તો તેની તાત્કાલિક ખબર પડે તે માટે અત્યાધુનિક મશીનો રાખવામાં આવ્યા છે. જેના કારણે દૂધમાં ભેળસેળીયા વિરુદ્ધ આકરી કાર્યવાહી થશે.

જાણો દૂધમાં થયેલા ભાવ વધારા અંગે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ શું કહ્યું

900થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ એટલે કે રાજકોટ ડેરીની દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા યોજાય છે. ત્યારે આ સામાન્ય સભામાં શેરીના પ્રમુખો, ચેરમેન, હોદ્દેદારો જાહેરમાં જ વર્ષ દરમિયાન કેટલો નફો અને નુકશાન થયું તેનો હિસાબ રજૂ કરે છે. જ્યારે રાજકોટ ડેરી સાથે 900 જેટલી દૂધ મંડળીઓ જોડાયેલી છે. જેમાંથી 50 ટકા મંડળીઓ એવી છે, જેને મહિલાઓ ચલાવે છે, જ્યારે હાલમાં રાજકોટ ડેરીમાં દૂધની દૈનિક આવક 4 લાખ 46 હજાર લીટર છે, જ્યારે ચાલુ વર્ષે રૂપિયા 9 કરોડનો ડેરીને નફો થયો છે.

આ પણ વાંચો- વડોદરામાં દૂધ વગરની ચા બનાવી કોંગ્રેસ કાર્યકરોએ દૂધના ભાવ વધારા માટે કર્યા વિરોધ પ્રદર્શન

દૂધ ઉત્પાદકોને સારા ભાવ મળવા જોઈએ: રાદડિયા

હાલમાં કોરોના કાળમાં સતત મોંઘવારી વધી રહી છે. ત્યારે રાજકોટ ડેરી દ્વારા ઓન રૂપિયા 9 કરોડનો નફો કરવામાં આવ્યો છે. એવામાં સતત દૂધના ભાવમાં ઓન વધારો થઈ રહ્યો છે. જે અંગે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા( Jayesh Radadia)એ જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદકોને સારા ભાવ મળે તે અંગેનો પ્રયાસ ડેરીનો હરહમેંશા હોય છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓનું પાલન કરવું તેનો નિભાવ ખર્ચ બાબતો બાદ દૂધનું ઉત્પાદન થતું હોય છે. જેનો ખર્ચ થયો હોય છે, માટે તેને સારા ભાવ મળે તેવા પ્રયાસો ડેરીના હોય છે. જ્યારે આગામી દિવસોમાં યોજાનાર વિવિધ યાર્ડની ચૂંટણી પણ બિનહરીફ થાય તેવા પ્રયાસો રહેશે તેમ રાદડિયાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.