ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે: બાળકો અને યુવાનોનો IQ તો વધ્યો પરંતુ EQ ઘટ્યો, જાણો રસપ્રદ તારણો - ભાવનાત્મક બુદ્ધિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આધ્યાપક ડૉ. ધારા. આર. દોશીએ તાજેતરમાં જ એક સર્વે કર્યો છે. જેના તારણો અનુસાર આધુનિક યુગમાં બાળકો અને યુવાનોમાં ભાવનાત્મક બુદ્ધિ એટલે કે ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) માં અગાઉના સમય કરતા વધારો થયો છે પરંતુ આ સાથે આવેગિક બુદ્ધિ એટલે કે ઈમોશનલ ઈન્ટેલિજન્સ (EQ) માં ઘટાડો જોવા મળ્યો છે. આ રિસર્ચ વિવિધ કાઉન્સેલિંગના કેસના સ્ટડીના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

બાળકો અને યુવાનોમાં જોવા મળતા ફેરફાર
બાળકો અને યુવાનોમાં જોવા મળતા ફેરફાર
author img

By

Published : Jun 21, 2021, 7:40 PM IST

  • બાળકો અને યુવાનોના IQ તો વધ્યા પરંતુ EQ ઘટ્યા
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનથી કરાયું રિસર્ચ
  • વિવિધ કેસ સ્ટડીના આધારે તારણ કાઢવામાં આવ્યા હતા

રાજકોટ : વ્યક્તિમાં ભાવનાત્મક બુદ્ધિ અને આવેગિક બુદ્ધિ (EQ) બન્ને હોવી જરૂરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આધ્યાપક ડૉ. ધારા દોશી અને વિદ્યાર્થિની ધારા હિરપરાએ કરેલા રિસર્ચમાંથી જાણવા મળ્યું છે કે, અભ્યાસ તેમજ રોજિંદા જીવનમાં ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગથી બાળકો અને યુવાનોની ભાવનાત્મક બુદ્ધિ (IQ) વધી હોવાનું અને આવેગિક બુદ્ધિ (EQ) ઘટી હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનાત્મક બુદ્ધિ (IQ) અને આવેગિક બુદ્ધિ (EQ) શું છે ?

વ્યક્તિ પોતાની લાગણીઓ, ભાવનાઓ સાથે પોતાના આવેગોનું નિયંત્રણ, નિયમન કે વ્યવસ્થાપન કરવાની કેટલી શક્તિ ધરાવે છે, તેના પર તેની સફળતા કે અસફળતાનો આધાર રહેલો છે. આ પ્રકારની શક્તિને મનોવિજ્ઞાનની પરિભાષામાં આવેગિક બુદ્ધિ એટલે કે EQ કહેવામાં આવે છે. હાલમાં IQ નું સ્થાન હવે EQ એ લીધું છે. આવેગિક બુદ્ધિ (EQ) વ્યક્તિની આંતરિક સ્ફૂર્ણની, મૂલ્યાંકન કરવાની, સમજણની તથા સામર્થ્યનો ઉપયોગ કરવાની એક શક્તિ છે. જેમાં વ્યક્તિ પોતાની સાથે સાથે અને અન્ય વ્યક્તિઓની પ્રેરણા, ઇચ્છાઓ, આવેગો, લાગણીઓ અને જરૂરિયાતોને સમજી શકે છે. વ્યક્તિ જ્યારે પોતાના આવેગોની સાથે અન્યના આવેગોને સમજી શકે અને વ્યવસ્થાપન કરી શકે ત્યારે જ સામાજિક અને વ્યક્તિગત જીવનમાં સફળ થઈ શકે છે પરંતુ કેટલાક સમયથી બાળકો તથા યુવાનોમાં ઘટતુ તેનું પ્રમાણ તેમની સફળતાને રૂંધી નાખી છે તેમ કહી શકાય. બાળકો જેને કોઈ ખીજાય તો તેનાથી સહન નથી થતું, યુવાવર્ગ જો કોઈ રોકટોક કરવામાં આવે તો આત્મહત્યા તરફ પ્રેરાય છે, નિષ્ફળતા પચાવી શકતા નથી અને આવેગશીલ બનીને ખોટું પગલું ભરી બેસે છે. પોતાની વાતને સાચી બતાવવા ઘણા તર્ક રજૂ કરે છે. જે ક્યારેક ખોટા પણ હોય છે.

બાળકો અને યુવાનોમાં જોવા મળતા ફેરફાર
બાળકો અને યુવાનોમાં જોવા મળતા ફેરફાર

લાલબત્તી સમાન કિસ્સાઓ

બાળકો અને યુવાનોમાં બુદ્ધિ ભલે ઘણી વધી ગઈ હોય પરંતુ લાગણીઓ અને આવેગો ઘટ્યા છે. મિત્ર પાસે રોફ જમાવવા, પોતાની જરૂરિયાત પૂરી કરવા વ્યક્તિ પોતાની બુદ્ધિ તો વાપરે છે પણ કોઈની લાગણી, આવેગ સમજી શકતા નથી. આવા કિસ્સાઓ આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ તે અંગે ઘણું શીખવી જાય છે.

કિસ્સો: 1

5 વર્ષછી અભ્યાસ કરવા માટે કોલકાતા રહેતો યુવાન જ્યારે ઘરે આવતો હતો, ત્યારે તેને કોઈની સાથે ગમતું ન હતું. માતા પિતા કંઈ કહેતા તો એ વાત તેને ટોર્ચર સમાન લાગતી હતી અને ઘર છોડીને જતું રહેવાની ઈચ્છા થતી હતી. આ યુવક કાઉન્સેલિંગ માટે મનોવિજ્ઞાન ભવન ખાતે આવ્યો હતો. જ્યાં તેને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કિસ્સો: 2

એક યુવકે સ્વિકાર્યું છે કે, તેણે ઘણી છોકરીઓને બુદ્ધિથી પોતાની વાતોમાં ફસાવીને તેની સાથે પ્રેમ સંબધ સ્થાપિત કર્યા હતા. એ દરેક છોકરીને અલગ અલગ વાતો કહીને પોતાની વ્યક્તિ બનાવી મિત્ર વર્તુળોમાં રોફ જમાવતો કે મારે ઘણી ગર્લ ફ્રેન્ડ છે. અમુક સાથે તેણે શારીરિક સંબંધો પણ હતા પણ હવે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે તેને વિચારો આવે છે કે ક્યાંક તેનો ઇતિહાસ ખબર પડી જશે તો એ શું કરશે?

કિસ્સો: 3

એક પતિને લગ્નના 4 વર્ષ પછી ખબર પડી કે તેની પત્ની કોલેજમાં હતી ત્યારથી શરૂ કરીને એ અપડાઉન કરતી ત્યાં સુધીમાં તેને અલગ અલગ 4 બોયફ્રેન્ડ હતા. એ બધા પૈસાવાળા હતા પણ પછી મજબૂરીમાં તેણે તેની સાથે લગ્ન કરવા પડ્યા હતા પરંતુ એ બુદ્ધિશાળી ખૂબ હતી એટલે સતત ખોટું બોલીને આ બધું છુપાવતી રહી હતી.

કિસ્સો: 4

એક બાળકને ભણવું ખૂબ ગમે છે, લેપટોપ ગમે છે પણ ઘરના વડીલો નથી ગમતા. દાદા દાદી કઈ બોલે તો મોઢે જવાબ દઈ ઉદ્ધતાઈ વાળું વર્તન કરી દે છે.

કિસ્સો: 5

એક 12માં ધોરણમાં ભણતી છોકરી જેના ઘરમાં ફેશનેબલ કપડાં પહેરવાની મનાઈ હોવાથી તે પોતાની મિત્રના ફેશનેબલ કપડાં પહેરીને બહાર ફરવા જતી હતી. ઘરમાં કોઈને એ વિશે જાણ નહોતી. હવે તેના મિત્રો બધા ભેગા થઈ તેની સાથે મજાક અને હેરાન કરે છે કે તારા ઘરમાં હવે અમે કહી દઈશું કે તુ ફેશનેબલ કપડાં પહેરીને બહાર ફરવા જાય છે.

આવેગિક બુદ્ધિ વધારવા માટે મનોવૈજ્ઞાનિક સૂચનો

IQ અને EQ વચ્ચેનો તફાવત

  • સારી બૌદ્ધિક ગુણાંક(IQ) વાળી વ્યક્તિ સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે પરંતુ પ્રગતિ મેળવવા માટે ભાવનાત્મક સમજ પણ જરૂરી છે. સારી ભાવનાત્મક સમજણવાળી વ્યક્તિ ક્રોધ અને ખુશીના અતિરેકમાં ક્યારેય ગેરવાજબી પગલા લેતી નથી. જ્યારે આજના બાળકો અને યુવાનો પોતાની જાતને બુદ્ધિશાળી બતાવવા કોઈની સાથે ગમે એવું વર્તન કરતા જોવા મળે છે.
  • બૌદ્ધિક ગુણાંક(IQ) ફક્ત વ્યક્તિને પરીક્ષામાં સારા ગુણ આપે છે, પરંતુ ભાવનાત્મક બુદ્ધિ વ્યક્તિને જીવનની પરીક્ષામાં સફળતા આપે છે. ઉચ્ચ ભાવનાત્મક બુદ્ધિવાળા લોકો બદલાતા વાતાવરણમાં પોતાની જાતને વધુ ઝડપથી ગોઠવી લે છે અને તેથી તેમની સફળતાની સંભાવના વધારે છે.
  • ભાવનાત્મક બુદ્ધિવાળા લોકો માત્ર તથ્યો અને વાસ્તવિકતા જોતા નથી, પણ ભાવનાઓ સાથે કાર્ય કરે છે. તેઓ જાણે છે કે દરેક વ્યક્તિ જુદા જુદા છે, તેથી તે તફાવતને ધ્યાનમાં રાખીને, તેઓ દરેક સાથે એકસરખું વર્તન કરતા નથી. તેઓ તેમની પોતાની લાગણી તેમજ અન્યની લાગણીઓને પણ માન આપે છે. આવા લોકો સંદેશાવ્યવહાર કુશળતામાં સારા હોય છે અને સારા અધિકારીઓ બની શકે છે.
  • ગોલમેનના મતે જીવનમાં 20 ટકા સફળતા બૌદ્ધિક પરિબળ(IQ) દ્વારા મળે છે, જ્યારે 80 ટકા સફળતા ભાવનાત્મક બુદ્ધિ(EQ) ના કારણે થાય છે.

યુવાનો અને બાળકોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત

બુદ્ધિઆંક અગત્યનો છે પરંતુ આવેગિક આંક, આવેગિક બુદ્ધિ પણ ઘણી જગ્યાએ વધુ મહત્વની પુરવાર થાય છે. ભાવનાત્મક બુદ્ધિવાળા વ્યક્તિઓ તેમની લાગણીઓને સાંભળીને અન્ય લોકો સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન કરે છે. તમારી ભૂલો સ્વીકારો અને કોઈની પાસેથી કઈક શીખો. આવેગિક બુદ્ધિ વાળી વ્યક્તિ નવા વિચારો અને માહિતીને સરળતાથી શીખી શકે અને શીખવી શકે છે. મતભેદને સરળતાથી હલ કરો. જાતને પ્રભાવી બનાવવા માટે માત્ર બુદ્ધિવાળું નહિ પણ લાગણી યુક્ત વર્તન પણ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.