ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, ઉત્તરવહી અંગેનો નિયમ ફેરવી તોળ્યો

પરીક્ષા દરમિયાન ઉત્તરવહીનો વધુ પ્રમાણમાં બગાડ ન થાય તે માટે પરીક્ષાર્થી ઉત્તરવહીમાં મોટા અક્ષરે લખશે અથવા એક લાઈન છોડીને લખ્યું હશે તો તેને પૂરક ઉત્તરવહી આપવામાં આવશે નહીં. આ પ્રકારનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયમ જાહેર કર્યો હતો. પરંતુ વિવાદ સર્જાતાં યુનિવર્સિટી દ્વારા ફરીથી આ નિયમ માત્ર સૂચન હોવાનું જણાવાયું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, ઉત્તરવહી અંગેનો નિયમ ફેરવી તોળ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, ઉત્તરવહી અંગેનો નિયમ ફેરવી તોળ્યો
author img

By

Published : Aug 12, 2021, 7:25 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી નવા વિવાદમાં સપડાઈ
  • ઉત્તરવહી અંગેનો નિયમ હવે ફેરવી તોળ્યો
  • પૂરક ઉત્તરવહી ન આપવાના નિયમો કર્યાં હતાં જાહેર

    રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. જેમાં તેણે અગાઉ યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ઉત્તરવહીનો વધુ પ્રમાણમાં બગાડ ન થાય તે માટે પરીક્ષાર્થી ઉત્તરવહીમાં મોટા અક્ષરે લખશે અથવા એક લાઈન છોડીને લખ્યું હશે તો તેને પૂરક ઉત્તરવહી આપવામાં આવશે નહીં. આ પ્રકારનો નિયમ જાહેર કર્યો હતો. પરંતુ આ નિયમ જાહેર કરતાની સાથે જ વિવાદ સર્જાતાં યુનિવર્સિટી દ્વારા ફરીથી આ નિયમ માત્ર સૂચન હોવાનું જણાવ્યું હતું. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા જે પ્રકારનો ઉત્તરવહીને લઈને નિયમ બનાવવામાં આવ્યો હતો. તેને લઈને પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા. ત્યારે સમગ્ર મામલે વિવાદ ઉગ્ર બનતા પરીક્ષા નિયામક દ્વારા આ નિર્ણય અંગેની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

    યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય જાહેર કરાયો હતો
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ ઉત્તરવહીમાં બિનજરૂરી મોટા અક્ષરો કરતા હોય છે. જ્યારે પ્રશ્ન લખ્યા બાદ ઉત્તર લખવાની જગ્યાએ પણ બિનજરૂરી લાઈનો ખાલી મૂકતા હોય છે. જેને લઇને ઉત્તરવહીનો બગાડ થતો હોવાનું યુનિવર્સિટી દ્વારા માનવામાં આવી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયમ જાહેર કરાયો હતો કે પરીક્ષાર્થીઓ દ્વારા બિનજરૂરી ઉત્તરવહીમાં મોટા અક્ષરે લખવું નહીં તેમજ લખાણ વખતે બિનજરૂરી લાઈનો છોડવી નહીં. જ્યારે ઉત્તરવહીમાં પ્રકારની વસ્તુઓ સામે આવશે તો પરીક્ષાર્થીઓને પૂરક ઉત્તરવહી આપવામાં આવશે નહીં. આ નિયમ જાહેર કરવામાં આવતા જ વિવાદ સર્જાયો હતો.

    આ ફક્ત સૂચન છે પરીક્ષા વિભાગનું: નિયામક

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉત્તરવહીને લઈને જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નીલેશ સોનીએ જણાવ્યું હતું કે આ ફક્ત સૂચન કરવામાં આવ્યું છે. જે પરીક્ષા વિભાગ તરફથી જે તે બ્લોકના સુપરવાઇઝરને જાણ કરવામાં આવી છે એટલે પરીક્ષાર્થીઓએ આ મામલે ગભરાવાની જરૂર નથી. જ્યારે અમે અગાઉ 24 પેજની ઉત્તરવહી આપતા હતા તેની જગ્યાએ હવે 48 પેઈજની ઉત્તરવહી આપશું. જેને લઈને મોટેભાગે પૂરક ઉત્તરવહીની જરૂર પડશે.

    વિદ્યાર્થીઓને પૂરક ઉત્તરવહી પણ આપવામાં આવશે

    નવા નિયમ મુજબ પરીક્ષા વિભાગ દ્વારા એવું પણ જાહેર કરવામાં આવ્યું હતું કે 48 પેઈજની ઉત્તરવહી સિવાયની વધારાની પૂરક ઉત્તરવહી અમે પરીક્ષાર્થીઓ જો ઉત્તરવહીમાં વધારે જગ્યા છોડે અથવા લખાણ વચ્ચે લાઈનો રાખે તો પૂરક આપશું નહીં. પરંતુ આ અંગે પરીક્ષાની નિયામક નીલેશ સોનીએ જણાવ્યું હતું કે જો વિદ્યાર્થી નિયમોના પાલન સાથે ઉત્તરવહીમાં સારું લખાણ લખ્યું હશે તો તેને પૂરક ઉત્તરવહી પણ આપવામાં આવશે. જ્યારે આ નિયમો માત્ર સુચન પૂરતું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં ખૂબ જ જગ્યા છોડતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં જગ્યા ઓછી છોડે તે માટે આ પ્રકારનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોઃ Saurashtra Universityનું વધુ એક ભોપાળું, રૂ.3 કરોડની ફાળવણી છતાં વિદેશી ભાષાનું શિક્ષણ અદ્ધરતાલ

આ પણ વાંચોઃ Saurashtra University માટી કૌભાંડ: રજિસ્ટ્રાર જતીન સોનીએ આપ્યું રાજીનામું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.