- Saurashtra Universityની અલોખી પહેલ
- 250 Collegeના વિદ્યાર્થીઓ Vaccination જાગૃતતા માટે કેમ્પ કરશે
- Universityએ લોક જાગૃતિની જવાબદારી સ્વીકારી
રાજકોટઃ ગુજરાતમાં Vaccination ઝડપથી થાય તે માટે લોકોને જાગૃત કરવા વિદ્યાર્થીઓને Saurashtra University દ્વારા પ્રથમ દિવસે Online પાઠ ભણવામા આવ્યો હતો. આ સાથે જ Universityએ લોક જાગૃતિની જવાબદારી સ્વીકારી છે. લોકોમાં ખુબ જ અંધશ્રદ્ધા અને Vaccine અંગે ખોટી ભ્રમણાને દૂર કરવા જુદી જુદી મનોવિજ્ઞાનની ટેક્નિકનો ઉપયોગ કર્યો છે, ત્યારે Saurashtra University સંલગ્ન 250 Collegeના 18 વર્ષ ઉપરના વિદ્યાર્થીઓને Vaccination જાગૃતતા માટે કેમ્પ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ Vaccine અંગેની સાચી હકિકત જણાવશે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની હોસ્પિટલ 5 દિવસમાં શરૂ કરાશે
NNS, NCC સહિત SPORTના વિદ્યાર્થીઓ ઘણા સમયથી કેમ્પ આયોજનમાં જોડાયા
Saurashtra Universityના NNS, NCC સહિત SPORTના વિદ્યાર્થીઓ ઘણા સમયથી કેમ્પ આયોજનમાં જોડાયા છે. રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ લોકો Vaccine લેવા ઈન્કાર કરી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સરપંચ, તલાટી મંત્રી, મનો વિજ્ઞાન ભવનના અધિકારી સહિતના લોકો Vaccine લેવા વારંવાર અપીલ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં માત્ર 18 ટકા વ્યક્તિઓને જ Vaccine આપવામાં આવી છે.