રાજકોટ : ગોંડલ રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર 1008 હરિચરણદાસજી આજે બ્રહ્મલીન થયા છે. બાપુના દેવલોક ગમનના સમાચાર સાંભળતા જ ભાવિ ભક્તો અને સેવકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. બાપુ દેવલોક પામ્યા હોવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં બાપુનાં સેવકો અંતિમ દર્શન માટે ગોંડલના રામજી મંદિર સ્થિત ગોરા આશ્રમમાં ઉમટી રહ્યા છે. આજે સોમવારે બપોરના ચાર વાગ્યા સુધી હરિચરણદાસજી બાપુના નશ્વર દેહને અંતિમ દર્શનાર્થે મુકવામાં આવશે. ત્યારબાદ આવતી કાલે મંગળવારે સવારે હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ બાપુની અંતિમ વિધિ હાથ ધરવામાં આવશે.
સી આર પાટીલ દ્વારા શ્રદ્ધાંજલિ : ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે હરિચરણદાસજીના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, "ગોંડલના ગાદીપતિ સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજજીનાં બ્રમ્હલીન થવાનાં સમાચાર મળ્યા. પૂજ્ય બાપુએ અનેક સેવાકીય કાર્યોથી જનસેવા કરી હતી. એમનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ અર્પે અને એમનાં હજ્જારો ભક્તોને આ દુખ જીરવવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું."
વિજય રૂપાણી દ્વારા શ્રદ્ધાંજલિ : પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, "વિશ્વ માંગલ્યની વિચારધારા અને માનવસેવાના મંત્રને સાર્થક કરનાર પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે... ૐ શાંતિ...!!"
-
વિશ્વ માંગલ્યની વિચારધારા અને માનવસેવાના મંત્રને સાર્થક કરનાર પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.
— Vijay Rupani (@vijayrupanibjp) March 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે...
ૐ શાંતિ...!! pic.twitter.com/6b22NzE3u3
">વિશ્વ માંગલ્યની વિચારધારા અને માનવસેવાના મંત્રને સાર્થક કરનાર પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.
— Vijay Rupani (@vijayrupanibjp) March 28, 2022
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે...
ૐ શાંતિ...!! pic.twitter.com/6b22NzE3u3વિશ્વ માંગલ્યની વિચારધારા અને માનવસેવાના મંત્રને સાર્થક કરનાર પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.
— Vijay Rupani (@vijayrupanibjp) March 28, 2022
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે...
ૐ શાંતિ...!! pic.twitter.com/6b22NzE3u3
ભારતીય ક્રિકેટરની પણ બાપુ પર શ્રદ્ધા : ક્રિકેટર ચેતેશ્વર પુજારા પણ દર્શનાર્થે : ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના હરીચરણ દાસજી ગુરુ હતા. આથી તેઓ આજે બાપુના દેહવિલય થયાના સમાચાર પૂજારા પરિવારને થતાં ક્રિકેટર ચેતેશ્વર પુજારા સહિત તેમનો સમગ્ર પરિવાર મહારાજના અંતિમ દર્શન કરવા માટે પહોંચી ગયો હતો.