- છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી ગરબાનું આયોજન કરતું સહિયર ગ્રુપ
- ગરબા દરમિયાન લોકોની ભીડ મોટાપ્રમાણમાં એકઠી થતી હોય છે
- આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે, એવામાં ગરબા યોજવા હિતાવહ નથી
રાજકોટ: દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, એવામાં બીજી લહેર શરૂઆતમાં ખૂબ જ ગંભીર રહી છે. ત્યારે આગામી દિવસોમાં ભારતમાં ત્રીજી લહેર પણ આવવાની શક્યતાઓ આરોગ્ય સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને રાજકોટમાં છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી ગરબાનું આયોજન કરતા સહિયર ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે પણ ગરબા નહિ યોજવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ગરબા દરમિયાન લોકોની ભીડ મોટાપ્રમાણમાં એકઠી થતી હોય છે, એવામાં ગરબા યોજવા એ સીધી ત્રીજી લેહરને આમંત્રણ આપી શકે છે. જેને લઈને આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- રાજ્યમાં હજુ પણ ગરબાના આયોજનને લઈને અસમંજસ
છેલ્લા 20 વર્ષથી ગરબાનું કરાય છે આયોજન
રાજકોટમાં સહિયર ગ્રુપ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન ગત વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું નહોતું. ત્યારે આ વર્ષે પણ સહિયર ગ્રુપ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન નહિ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ગરબા દરમિયાન મોટાભાગે લોકોની ભીડ એકઠી થતી હોય છે. એવામાં કોરોનાની ગાઇડલાઈનનો પણ ભંગ થાય છે. એવામાં ગરબાનું આયોજન કરવું એ હિતાવત નહિ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગરબામાં કોરોનાના નિયમોનું પાલન નહિ થાય
સહિયર ગરબા ગ્રુપના મુખ્ય આયોજક સુરેન્દ્રસિંહ વાળાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. એવામાં ગરબા યોજવા એ હિતાવત નથી. જ્યારે આપણે સૌએ જોયું કે, કોરોનાની બીજી લહેર ઘણી જ ગંભીર સાબિત થઈ છે. જેમાં ઘણા સ્વજનો પણ આપણે ગુમાવ્યા છે, ત્યારે ગરબા યોજવા એ ત્રીજી લહેરને આમંત્રણ આપવા બરાબર છે. ગરબા દરમિયાન લોકો સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ પણ નહીં કરે, તેથી કોરોના વધુ ફેલાવાની શક્યતાઓ છે. જેને લઈને આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- કરો'ના' ગરબા, રાજ્ય સરકારે તહેવારોને લઈને જાહેર કરી ગાઇડલાઇન
500થી વધુ નાના-મોટા કલાકારોની રોજગારીને અસર
રાજકોટમાં નાના-મોટી અંદાજીત 15 જેટલા ગરબાઓનું આયોજન થાય છે. એવામાં ગરબા સાથે ઘણા કલાકારો સાઉન્ડ સિસ્ટમ, મંડપ, લાઇટિંગ સહિતના લોકો જોડાયેલા હોય છે. આ તમામ લોકોને ગરબાનું આયોજન નહિ થાય તો આર્થિક નુક્સાની ભોગવવી પડી શકે છે. જ્યારે ગત વર્ષે સહિયર ગ્રુપ દ્વારા વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનાથી લોકોએ પોતાના ઘરે ગરબાની મજા માણી હતી તેમજ પોતાના પરિવારને કોરોનાથી બચાવવા ગરબા ઘરે જ કર્યા હતા.