- રાજકોટ સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સજ્જ તંત્ર
- રશિયન કંપની નાખશે ઓક્સિજન પ્લાન્ટ
- એક કલાકે 832 મેગા ક્યુબ ઓક્સિજનનું ઉત્પાદન થશે
રાજકોટઃ કોરોનાની ત્રીજી લહેરને લઇ તંત્ર સજજ થઇ ગયું છે. બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે ચાલતી (Mucormycosys) મહામારી એટલે કે મ્યુકોરમાઈકોસીસ ત્રીજી લહેરમાં લોકોને ઓક્સિજનના અભાવના કારણે મુશ્કેલી ના પડે તે માટે અગમચેતીના ભાગ રૂપે વધુ ઓકસીજન પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રશિયાની રોશનફેટ કંપની દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જાહેરાત કરવામાં આવી છે. આ પ્લાન્ટ મદદથી દર એક કલાકે 832 મેગા ક્યુબ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કોરોના વોરિયર્સના પરિવારને આઠ મહિના વીતી ગયા છતાં સરકાર દ્વારા કોઈ સહાય નથી મળી
કોરોનાની ત્રીજી લહેરને લઇ તંત્ર સજજ
કોરોનાની ત્રીજી લહેરને લઇ તંત્ર સજજ બનાવવાના ભાગરુપે ઓક્સિજનના અછતને પહોંચી વળવા વધુ ઓકસીજન પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રશિયાની રોશનફેટ કંપની દ્વારા (Rajkot Civil Hospital) રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્થપાશે. (oxygen plant) ઓકસીજન પ્લાન્ટ 10 કરોડના ખર્ચે સ્થાપવામાં આવશે.બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અને લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ સૌથી નાની વયની બાળકીમાં મ્યુકરમાઈકોસિસ, રાજકોટ સિવિલમાં કરાઈ સર્જરી