રાજકોટ: રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ (Rajkot Collector visited Greenfield International Airport) સહિતના અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ, ચેક ડેમ, સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી.
કલેકટર અરુણ મહેશ બાબુએ સમિક્ષા બેઠક કરી
કલેક્ટર અરુણ મહેશ બાબુએ સમિક્ષા બેઠક (Collector Arun Mahesh Babu held a review meeting) કરી એરપોર્ટની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે કામોની માહિતી પુરી પાડી
એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે (Airport Authority General Manager Loknath Padhe) અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ (Deputy General Manager Amitabh Chakraborty) પ્રગતિ હેઠળના વિવિધ કામોની માહિતી પુરી પાડી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત થયેલા એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રન-વેની 2600 મીટરની કામગીરી પૂર્ણતાના આરે છે. જ્યારે બાકીના વધારાના રનવે માટે નદી પર જરુરી બોક્સ કલવર્ટની 300 મોટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે.
ટેક્સી ટ્રેક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ
એરપોર્ટ નિર્માણ દરમિયાન બાઉન્ડ્રી વોલની કામગીરી 60 ટકા, જમીન સમથળ કરવાની કામગીરી 72 ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચુકી છે.
ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ
ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ કરાશે.
સમગ્ર પ્રોજેક્ટની 64 ટકા જેટલી કામગીરી પૂર્ણ
એરપોર્ટની નિર્માણની કામગીરી અવિરત ચાલી રહી છે. જેમાં 600થી વધુ લોકો હાલ અગ્રિમતાના ધોરણે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટની 64 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીએ આપી હતી.
આ પણ વાંચો:
Rajkot International Airportના રન-વેનું કાર્ય 70 ટકા પૂર્ણ થયું
Exclusive - રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ સાથે ETV BHARATની ખાસ વાતચીત