રાજકોટ : શહેરમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં છ શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવી છે. લૂંટ અંગે અગાઉથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ગઈકાલ શનિવારની રાત્રે રેલનગરમાંથી પસાર થઈ રહેલી વ્યક્તિન પાસેથી લૂંટ કરવામાં આવી હતી. લૂંટારુઓએ સોનાની ઘડિયાળ, સોનાનું કડું સહિતની સોનાની વસ્તુઓ લૂંટી હતી. પોલીસે લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : લૂંટ વિથ મર્ડરના આરોપીના ઘરેથી મળી આવી દેશી બનાવટની પિસ્તોલ
આરોપી પાસેથી 4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એક આરોપીની શોધખોળ શરૂ છે. શાહરૂખ નામના મુખ્ય આરોપીએ પોતાના મિત્ર હિતેશ મુંગરાને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. મંદિરે દર્શન કરવા જઇ રહેલા ફરિયાદી પાસેથી પહેરેલી સોનાની ઘડિયાળ તેમજ સોનાના કડાની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો : જવેલર્સમાં લૂંટ કરનાર આરોપીના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા