- રાજકોટમાં સર્જાયો કાર અકસ્માત
- પોલીસથી બચવા કરા રોંગ સાઈડ પર ચલાવી
- બાઈક ચાલકને લીધો અડફેટે
રાજકોટઃ રાજકોટ સહિત રાજ્યના 4 મોટા શહેરમાં હાલ રાત્રી કરફ્યુ છે. જેમાં રાતના 10 વાગ્યા બાદ શહેરમાં ઘરની બહાર નીકળતા ઇસમોને પોલીસ પકડીને આકરી કાર્યવાહી કરે છે. ત્યારે રવિવારે મોડી રાતે એક કાર ચાલકે પોલીસથી બચવા માટે રોંગ સાઈડમાં કાર ચલાવી હતી. જે દરમિયાન કાર ચાલકે બાઇકને અડફેટે લીધી હતું. જેમાં બાઇક ચાલકને ઇજા થઈ હતી.
કારે ખાનગી હોસ્પિટલના લેબ ટેક્નિશિયનને લીધો અડફેટે
શહેરના મહિલા અંડરબ્રિજ નજીક મોડી રાતે કાર ચાલકે પોલીસથી બચવા માટે રોંગ સાઈડમાં કાર ચલાવી હતી. જે દરમિયાન તેને એક બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈક ચાલકને ઇજાઓ થઈ હતી. આ બાઈક ચાલક ખાનગી હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન હોવાનું સામે આવ્યું છે.
પોલીસે વધુ તપાસ શરૂ કરી
કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે આ અકસ્માતમાં ખાનગી હોસ્પિટલમાં કાર કરતા કર્મચારીને ઇજાઓ થવા પામી હતી. તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ કર્મીનું નામ કરણ પરમાર છે. હાલ આ મામલે માલવીયા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટમાં પોલીસથી બચવા કાર ચાલકે રોંગ સાઈડ પર ગાડી ચલાવતાં બાઈક સવારને લીધો અડફેટે - રાત્રી કરફ્યુ
રાજકોટમાં રાત્રી કરફ્યુ દરમિયાન એક કાર ચાલકે પોલીસથી બચવા માટે રોંગ સાઈડ પર કાર ચલાવતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈ સવાર ઈજાગ્રસ્ત થયો છે.
sa