- ત્રણ મહિનાના પુત્ર ધૈર્યરાજને છે ગંભીર બિમારી
- સામાજિક સંસ્થાઓ દાન એકઠું કરવા કાર્યરત થઈ
- સારવાર દરમિયાન બાળકને રૂ16 કરોડનું ઇન્જેક્શન આપવું જરૂરી
રાજકોટઃ તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં મહીસાગર જિલ્લાના કાનેસર ગામના વતની એવા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ મહિનાના પુત્ર ધૈર્યરાજની ગંભીર બીમારી અંગે જબરદસ્ત ચર્ચાઓ શરૂ થઈ છે. આ બાળકને જન્મથી જ ગંભીર બીમારી છે. જેને લઈને આ ત્રણ મહિનાના બાળક માટે રાજ્યની અલગ અલગ સામાજિક સંસ્થા અને મિત્ર વર્તુળ દ્વારા શક્ય એટલી સહાય એકઠી કરવા માટે દાન ભેગું કરવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પણ આ ત્રણ મહિનાના માસૂમ બાળક માટે લોકો પાસે મદદ માંગી છે. તેમજ આ બાળકને વધુમાં વધુ લોકો સહાય કરે તેવી તેમને સોશિયલ મીડિયામાં અપીલ કરી છે.
આ પણ વાંચોઃ SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા 3 માસના બાળકની સારવારમાં મદદ માટે મુખ્યપ્રધાનને પત્ર
રિવાબાએ સોશિયલ મીડિયામાં લોકીને કરી અપીલ
રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબ ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે. તેમજ તેઓ કરણીસેના અને અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. ધૈર્યરાજની વાત સામે આવતા તેમણે સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી કે માનવતાના હેતુ માટે તેઓ બધાને વિનંતી કરે છે કે તમે એક પગલું ભરો અને તમારી બાજુથી શક્ય તેટલું દાન કરો. જેનાથી નાના બાળકનો જીવ બચી શકે.
આ પણ વાંચોઃ ગોધરામાં એક બાળકને તંદુરસ્ત જીવન જીવવા જોઈએ છે 22 કરોડ રૂપિયા
બાળકને SMA1ની ગંભીર બીમારી
ધૈર્યરાજના પિતા રાજદીપસિંહએ ગોધરા ખાતે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. જ્યારે તેમના ત્રણ મહિનાનો પુત્ર ધૈર્યરાજને જન્મથી જ SMA1 નામની ગંભીર બીમારી છે. આ બીમારીની સારવાર દરમિયાન તેને રૂ16 કરોડનું ઇન્જેક્શન આપવું જરૂરી છે. તેમના પરિવાર દ્વારા લોકો પાસે આટલી મોટી રકમ એકઠી કરવા માટે સહાય માંગવામાં આવી રહી છે. જો કે ગુજરાતની અલગ અલગ સંસ્થાઓ અને મિત્રવર્તુળ દ્વારા ધૈર્યરાજની સારવાર માટે દાન એકઠું કરવામાં આવી રહ્યું છે. જેને લઈને રિવાબા દ્વારા પણ લોકોને બાળકની મદદ માટે અપીલ કરવામાં આવી છે.