- AIIMS અંગે રીવ્યુ મીટીંગ
- જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા AIIMS અંગે રિવ્યુ બેઠક બોલવામાં આવી
- જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદી AIIMSનું ભૂમિપૂજન કરે તેવી શક્યતા
રાજકોટઃ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા AIIMS અંગે રિવ્યુ બેઠક બોલવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા AIIMS અંગેની જરૂરી તમામ મંજૂરીઓ આપી દેવામાં આવી છે. ત્યારે હવે AIIMSનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાવવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો બધું બરાબર રહેશે તો આગામી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન મોદી AIIMSનું ભૂમિપૂજન કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
AIIMS માટે મેડીકલ કોલેજ શરૂ કરાઈ
રાજકોટ AIIMSના નિર્માણને હજુ 2 વર્ષ લાગી શકે એમ છે. ત્યારે હાલ AIIMS માટેની મેડીકલ કોલેજને રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ MBBSની પ્રથમ બેચમાં 50 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે. જેના માટે 17 પ્રોફેસરની નિમણુંક પણ કરવામાં આવી છે.
વર્ષ 2022 સુધીમાં AIIMSનું નિર્માણ થવાની શક્યતા
રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલા પરાપીપડિયા નજીક 200 એકરમાં અંદાજીત રૂપિયા 1200 કરોડના ખર્ચે વર્ષ 2022 સુધીમાં AIIMSનું નિર્માણ થઈ જશે. ગુજરાતમાં માત્ર રાજકોટને AIIMS ફાળવામાં આવી છે. જેનો લાભ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના દર્દીઓને થશે.