ETV Bharat / city

રાજકોટ દુષ્કર્મ કેસ: ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, 50 હજારનું ઈનામ રાખ્યું હતું - પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ: શહેરમાં બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું, જેથી પોલીસ દ્વારા આરોપીની માહિતી આપનારને 50 હજારના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી હતી. પોલીસે હરદેવ માંગરોળિયાં નામના 22 વર્ષના આરોપીની ધરપકડની કરી છે.

rapist was arrested in rajkot
આરોપી પોલીસના સકંજામાં
author img

By

Published : Dec 1, 2019, 5:39 PM IST

રાજકોટના એક વિસ્તારમાં શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના ઘટી હતી. જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના CCTV ફુટેજ સામે આવ્યાં હતાં. જેથી, પોલીસે CCTVની મદદથી આરોપી હરદેવ માંગરોળિયાને ઝડપી પાડ્યો હતો.

આરોપી પોલીસના સકંજામાં

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ 10 જેટલી વિવિધ ટીમ બનાવવામાં આવી હતી અને 20 જેટલા શકમંદોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે ઘટના દરમિયાન બાળકીનું અપહરણ કરી લઈ જતો એક ઈસમ CCTV કેમેરામાં કેદ થયો હતો. જેથી પોલીસે રાજકોટના ભારતનગરમાં રહેતા આરોપી હરદેવ માંગરોળિયાને ઝડપી પાડ્યો છે.

પૂછપરછમાં આરોપીએ કબુલ્યું કે, તેણે દારૂના નશામાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:
રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઇસમની પોલીસે કરી ધરપકડ

રાજકોટ: રાજકોટમાં ગઈકાલે એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેને લઈને પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ દ્વારા બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઇસમની માહિતી આપનારને 50 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ 10જેટલી અલગ ટિમો બનાવવામાં આવી હતી. જે દરમિયાન 20 જેટલા અલગ અલગ શકમંદોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે ઘટના દરમિયાન બાળકીનું અપહરણ કરીને લઈ જતો એક ઈસમ નજીકના વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને આજ સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી. પોલીસે રાજકોટના ભારતનગરમાં રહેતો આરોપી હરદેવ મશરૂ માંગરોળિયાં ઝડપી પાડ્યો છે. જેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે બાળકી સાથે દુષ્કર્મ ઘટના સમયે દારૂના નશામાં હતો અને જે જગ્યાએ બાળકી સાથે તેને દુષ્કર્મ આચર્યું છે તે જગ્યાએ પણ આરોપી અન્ય લોકો સાથે કામ પરથી આવીને દારૂની મહેફિલ માણતો હતો. તેના કારણેજ આરોપી બનાવ સ્થળથી વાકેફ હતો.

બાઈટ- મનોજ અગ્રવાલ, પોલીસ કમિશનર રાજકોટ

Body:રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઇસમની પોલીસે કરી ધરપકડ
Conclusion:રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઇસમની પોલીસે કરી ધરપકડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.