ગાંધીનગર: ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ રાજકોટ ખાતે કોરોનાની સારવાર લઇ રહ્યા છે. પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી આજે તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક ધોરણે અમદાવાદના ત્રણ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને રાજકોટ જવા માટે સૂચના આપી છે. રાજ્યના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને 3 સ્પેશિયલ ડૉક્ટર અમદાવાદથી સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં રાજકોટ પહોંચ્યા છે. જેને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
મળતી માહિતી પ્રમાણે અભય ભારદ્વાજની તબિયત દિવસેને દિવસે વધુ ખરાબ થતી હતી. ત્યારે તેમની સારવાર માટે અમદાવાદના ત્રણ સ્પેશિયલ ડૉક્ટર્સને રાજકોટ મોકલવાની સૂચના રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપી હતી.
અમદાવાદથી 3 ડૉક્ટરની ટીમ ડૉ. અતુલ પટેલ, ડૉ. તુષાર પટેલ અને ડૉ.આનંદ શુક્લ રાજકોટ એરપોર્ટ પહોંચીને સિવિલ હૉસ્પિટલ માટે રવાના થયા છે. જેની સાથે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ છે.