ETV Bharat / city

રાજપૂત કરણીસેનાએ ક્ષત્રિય સમાજના મુખ્યપ્રધાન બનાવવાની કરી માગ - patidar samaj news

તાજેતરમાં જ કાગવડ ખાતે આવેલા ખોડલધામમાં પાટીદાર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં મુખ્યપ્રધાન પાટીદાર સમાજનો હોય એવું અમે ઈચ્છી રહ્યા છીએ. જ્યારે નરેશ પટેલના આ પ્રકારના નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજના અગ્રણી દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવતા અલગ-અલગ સમાજના અગ્રણીઓ પણ પોતાના સમાજનો મુખ્યપ્રધાન હોય તેવી માંગણીઓ કરી રહ્યા છે.

રાજપૂત કરણીસેના અધ્યક્ષ
રાજપૂત કરણીસેના અધ્યક્ષ
author img

By

Published : Jun 17, 2021, 7:18 PM IST

  • આ પહેલા પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ આપ્યુ હતું નિવેદન
  • રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ જે.પી જાડેજાએ પણ કરી માગ
  • નિવેદન ગોંડલના રાજા ભગવતસિંહજીનું આપ્યું ઉદાહરણ

રાજકોટઃ ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી એવા નરેશ પટેલના મુખ્યપ્રધાન અંગે આપેલા નિવેદન બાદ રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ જે.પી જાડેજાએ પણ આજે એવું નિવેદન આપ્યું છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને મુખ્યપ્રધાન બનાવવામાં આવે, તેમજ ક્ષત્રિય સમાજનો દેશની અખંડતા તેમજ વિકાસમાં સિંહ ફાળો રહ્યો છે. હાલમાં રાજકારણમાં પણ અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો છે જેમને આગામી દિવસોમાં ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવા જોઈએ તેવી ઉગ્ર માગ કરણીસેના દ્વારા કરવામાં આવી છે.

રાજપૂત કરણીસેના અધ્યક્ષ

આ પણ વાંચો: કરણીસેના ફરી જાગી, ચૂંટણીનો બહિષ્કાર કરવાની આપી ચિમકી...

ગોંડલ અને ભાવનગરના શાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી જાડેજાએ પોતાના નિવેદન સાથે ઉદાહરણ પણ આપ્યું હતું કે ગોંડલના રાજા ભગવતસિંહજી તેમજ ભાવનગરના રાજા કૃષ્ણસિંહજી દ્વારા અગાઉના સમયમાં જે પ્રકારનું શાસન ચલાવવામાં આવતું હતું તેને હજુ પણ પ્રજા ભૂલી નથી. ત્યારે ક્ષત્રિય સમાજના લોહીમાં છે કે શાસન કેવી રીતે ચલાવવું, જેને લઈને આગામી દિવસોમાં મુખ્યપ્રધાન પણ ક્ષત્રિય સમાજના આગેવાનોને બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલના પાટીદાર સમાજના મુખ્યપ્રધાન બનાવવાના નિવેદનને લઇને અલગ-અલગ સમાજમાં પણ હવે આ મામલે રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.