રાજકોટ: ગુજરાતમાં દારૂબંધી(Prohibition of alcohol in Gujarat) માત્ર કાગળ પર જ હોય તેમ દારૂના અનેક કિસ્સાઓ આવતા હોઈ છે. નશો કરતા લોકો પણ પકડાય છે, દારૂ પણ પકડાઈ છે તેવા કિસ્સાઓ સામે આવતા હોઈ છે. રાજકોટમાં એક એવો કિસ્સો આવ્યો છે જેમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે. પોલીસની કામગીરી બાબત પણ સવાલ ઉઠ્યા છે. તેમાં એક વિડિઓ વાયરલ(Social Media Viral Video Rajkot) થયો છે. આ બાબતે પોલીસે હાલ બે વ્યક્તિઓની અટકાયત પણ કરી છે.
લગ્નમાં વરરાજાને દારૂ પીવડાવવામાં આવતો વિડીયો વાયરલ થયો - રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીનો કડક અમલ કરવામાં આવતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જો કે આ દાવાને પોકળ સાબિત કરતી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે ગાંધીનાં ગુજરાતમાં પણ દારૂની રેલમછેલ થતી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના ભીસ્તીવાડ નજીક લગ્નમાં(Alcohol at a wedding in Bhishtiwad) વરરાજાને દારૂ પીવડાવવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જો કે આ વિડીયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. ગણતરીનાં કલાકોમાં આ મામલે બે શખ્સોને ઝડપી લઈ કાયદસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: રૂપાણીના દારૂબંધીના દાવાઓ 'પાણીમાં', દારૂની રેલમછેલ કરતાં યુવાનોનો વીડિયો વાયરલ
ગત 14 તારીખે શહેરમાં ભીસ્તીવાડની નજીક દારૂની રેલમછેલ જોવા મળી હતી - જાણવા મળતી વિગત અનુસાર, ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો ચાલી રહી છે. બીજી તરફ ગત 14 તારીખે શહેરનાં ભીસ્તીવાડની નજીક દારૂની રેલમછેલ જોવા મળી હતી. એટલું જ નહીં જેના લગ્ન હતા તે વરરાજાને મિત્રો સંબંધીઓ દ્વારા દારૂ પીવડાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ(Viral Video liquor at wedding) થયો હતો. આ કારણે પોલીસની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠયા હતા.
આ પણ વાંચો: ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની રેલમછેલ, ગાંધીનગરમાંથી 26 લાખનો દારૂ ઝડપાયો
વિડીયો સામે આવતા જ પોલીસ હરકતમાં આવી હતી - વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વરરાજાના સગા સંબંધીઓ અને મિત્રો સ્ટેજ પર પહોંચી જાય છે. વરરાજા ઉપર રૂપિયા ઉડાવીને દારૂ પીવડાવી મેરે યાર કી શાદી હૈ ગીત પર સૌ કોઈ નાચવા લાગે છે. વિડીયો સામે આવતા જ પોલીસ હરકતમાં આવી હતી. આ મામલે વિડીયોનાં આધારે ઓળખ કરીને ચિરાગ ઢાકેચા તેમજ કપિલ વાણિયાને પ્રદ્યુમનનગર પોલીસ(Pradyumnagar Police Rajkot) દ્વારા હસ્તગત કરવામાં આવ્યા હતા. અને બન્ને સામે ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા બન્ને સામે ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. પોલીસની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠયા હતા.