રાજકોટઃ આગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. છત્તા પણ સરકાર દ્વારા નવરાત્રિના પર્વ અંગેનો કોઇ નિર્ણય લેવાયો નથી. ઉપરાંત ચાલુ વર્ષે નવરાત્રિના આયોજન માટે સાઉન્ડ એસોસિએશને પોતાની માંગ સરકાર સમક્ષ રાખી છે.
સાઉન્ડ એસોસિએશનનું કહેવું છે કે, કોરોનાને લઈને છેલ્લા ચાર મહિનાથી વધુ સમયગાળામાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હાલ એક માત્ર આધાર નવરાત્રિનો તહેવાર જ છે. જો સરકાર નવરાત્રિને પણ મંજૂરી નહીં આપવામાં આવે તો અમારો ધંધો સાવ પડી ભાંગશે. જેને લઇ રાજકોટ સાઉન્ડ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, નવરાત્રિને મંજૂરી નહીં મળે તો આગામી ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષોને સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 300થી વધારે નાના-મોટા સાઉન્ડ સિસ્ટમના ધંધાર્થીઓ રહેલા છે. જે છેલ્લા કેટલાંક મહિનાઓથી ઘરે બેઠા છેે. હવે તેમના માટે એક રોજગારીનું સાધન નવરાત્રિનો તહેવાર જ બાકી રહ્યો છે.