- પોલીસે 31stની પાર્ટીનાં રંગમાં ભંગ નાખ્યો
- કટિંગ થાય એ પહેલા જ પોલીસે રેડ કરી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપી પાડ્યો
- 450 પેટી વિદેશી દારુના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડ્યો
રાજકોટઃ શહેરમાં તરસ્યાઓને 31stનો કાંટો ચડે તે પહેલા જ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુંદા ગામ નજીકથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડી 31stની પાર્ટીનાં રંગમાં ભંગ પાડ્યો છે અને કટિંગ થાય એ પહેલા જ પોલીસે રેડ કરી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અંદાજીત 450 પેટી વિદેશી દારુના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડ્યો છે.
રાજકોટ પોલીસે 450 પેટી દારૂ પકડી વધુ તપાસ હાથ ધરી
થર્ટી ફર્સ્ટને હવે જાજા દિવસો રહ્યા નથી. ન્યૂ યરની પાર્ટી દારુ વિના અધૂરી ગણાય તેવું માનનારો મોટો વર્ગ છે, ત્યારે તે વર્ગની દારૂની તરસ છુપાવવા બુટલેગરો દ્વારા હરિયાણા, રાજસ્થાન સહિતની જગ્યાઓથી દારૂ મંગાવ્યો હતો, પરંતુ આ નશાખોરોનો રંગ જામે તે પહેલા જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે તેમા ભંગ પાડ્યો હતો.
હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ દારૂ રાજકોટના ગુંદા ગામ નજીક ઉતરવાનો હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી અને દારૂનું કટિંગ થાય એ પહેલા જ પોલીસે 450 પેટી દારૂ સાથે ઇસ્મોને ઝડપી પડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.