- રાજકોટ પોલીસના સ્પામાં દરોડા પાડ્યા
- શહેરના 30 જેટલા સ્પામાં દરોડા પાડ્યા
- ત્રણ સ્પા ચાલુ હાલતમાં મળી આવતા કાર્યવાહી કરી
રાજકોટ : જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અલગ-અલગથી 10 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. જેમાં શહેરમાં આવેલા 30 જેટલા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ સ્પા ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે 27 જેટલા સ્પા બંધ હતા. જેને લઇને રાજકોટ પોલીસ દ્વારા આ સ્પાના સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. આ કાર્યવાહી ગઈકાલ સાંજથી મોડી રાત સુધી ચાલી હતી. જેમાં ત્રણ સ્પાના સંચાલકો વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ત્રણ સ્પા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ
રાજકોટના ત્રણ સ્પા જે ચાલુ હાલતમાં મળી આવ્યા છે. તેમાં 1) સુગર સ્પા - 150 ફુટ રીંગ રોડ બીગબજાર અંદર ઇશ્કોન મોલ શોપ નં.-111 રાજકોટ (2) પરપલ ઓર્ચીડ સ્પા - 150 ફુટ રીંગ રોડ બીગબજાર અંદર ઇશ્કોન મોલ શોપ નં.-101 રાજકોટ (3) આત્મીઝ સ્પા - જલારામ ચીકી ઉપર પ્રસિધ્ધ કોમ્પ્લેક્ષ બીજો માળ ઇન્દીરા સર્કલનો સમાવેશ થાય છે. જેના વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ચાર જેટલા ઇસમો દ્વારા અટકાયત કરાઇ
રાજકોટ પોલીસે સુગર સ્પાના હાર્દિક ગૌતમ સોંદરવા, આત્મીજ સ્પાના રાજેશ મોતીસીંગ પરિહાર, અશોક ધીરજલાલ વાઘેલા અને પર્પલ ઓર્કિડ સ્પાના પલ્લવી મહેન્દ્ર મેર સામે ગુનો નોંધી ચારેયની અટકાયત કરી હતી. જ્યારે આગામી દિવસોમાં શાળાઓ અને ક્લાસિસો પર પણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.