- રાજકોટ કુવાડવા રોડ પોલીસ મથક દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ યોજાઈ
- ડ્રોન દ્વારા કરવામાં આવેલી ડ્રાઇવમાં 43 લીટર દેશી દારૂ ઝડપાયો
- દરોડામાં 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી
રાજકોટઃ પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે દરમિયાન 6 જેટલા વિવિધ સ્થળોએ દરોડા પાડીને કુલ 43 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે, જ્યારે રાજકોટ કુવાડવા રોડ પોલીસ દ્વારા ડ્રોન વડે વિવિધ દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઇ હતી. પોલીસ દ્વારા 6 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, તેમજ તેમની વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં લોકડાઉન બાદ પ્રથમ વખત પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પેટ્રોલીંગ દરમિયાન દરોડા માટે ડ્રોનનો ઉપયોગ
રાજકોટ કુવાડવા રોડ પોલીસ મથક દ્વારા વિસ્તારમાં પ્રોહીબિશનની ડ્રાઇવ યોજવામાં આવી હતી, જે દરમિયાન પોલીસ દ્વારા આ કામગીરી માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યા હતો. જેમાં 6 જેટલા વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને અહીંથી અંદાજીત 43 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો, જ્યારે પોલીસે વિસ્તારમાં કુલ 6 જેટલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે. દરોડા દરમિયાન વિવિધ વિસ્તારમાંથી અલગ અલગ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
ક્યાંથી કેટલો દારૂ મળ્યો
રાજકોટ કુવાડવા પોલીસ દ્વારા ડ્રોન વડે કાર્યવાહી કરવામાં આવી હતી, જે દરમિયાન વશરામ ભીમ હાંડાના ઘરમાંથી 9 લીટર, રાજુ શંકર ચૌહાણને ત્યાંથી 4 લીટર, ભાનુ સુરેશ સોલંકીને ત્યાંથી 6 લીટર, સોનલ દેવરાજ સાડમિયાને ત્યાંથી 5 લીટર, શારદા સુરજ જખાણીયા પાસેથી 7 લીટર, મુકેશ ઉર્ફ ઘૂંટી વશરામ બાવડીયા પાસેથી 12 લીટર એમ કુલ 43 લીટર દેશી દારૂ વિવિધ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી દરમિયાન કબ્જે કર્યો છે.
કાર્યવાહી અંગે પોલીસે જણાવ્યું હતું કે...
કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નારણ ચુડાસમા દ્વારા ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવામાં આવ્યું હતું કે આ પ્રકારે ડ્રોન વડે અમે પ્રથમ વખત પ્રોહીબિશનની કાર્યવાહી કરી છે. જ્યારે ભવિષ્યમાં પણ અમે જરૂર જાણશે તે વિસ્તારમાં ડ્રોન વડે કાર્યવાહી કરશું.
આ પણ વાંચો: