- કોરોનાની કામગીરીને લઈ રાજકોટ પોલીસને મળ્યો ગોલ્ડ એવોર્ડ
- પોલીસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અર્પણ કર્યો એવોર્ડ
- 4 હજાર કરતા પ્રતિસ્પર્ધીઓમાંથી રાજકોટ પોલીસે મારી બાજી
- 300 લોકોને મેરિટ્સ એવોર્ડ અપાયા, 60 ઉમેદવાર સેમિફાઈનલમાં હતા
રાજકોટઃ કોરોના વાઈરસની મહામારી દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. જેને લઈને શહેરમાં સંક્રમણ રોકવામાં પણ ખૂબ જ ફાયદો થયો હતો. પોલીસ દ્વારા લૉકડાઉન સમયે નવા-નવા પ્રયોગો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માનવતા અભિગમ અપનાવીને મકમતા સાથે કોરોનાનું સંક્રમણ શહેરમાં વધુ ન ફેલાય તે માટેની કામગીરી કરી હતી. આ કામગીરીની નોંધ દેશ-વિદેશની અલગ અલગ સંસ્થાએ પણ લીધી હતી. તેમ જ SKTOCH દ્વારા વિવિધ ક્ષેત્ર માટે આપવામાં આવતા એવોર્ડ માટે પણ રાજકોટ પોલીસની કામગીરી એપ્લાય થઈ હતી, જેમાં રાજકોટ પોલીસને પ્રસંશનીય કાર્ય માટે GOLD એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
4 હજાર કરતા પણ વધુ પ્રતિસ્પર્ધીઓની વચ્ચે મળ્યો એવોર્ડ
રાજકોટ પોલીસને કોરોના મહામારી દરમિયાન પ્રસંશનીય કામગીરી માટે મળેલા એવોર્ડને લઈને પોલીસ અધિકારીઓ ખુશી જોવા મળી હતી. રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજકોટ પોલીસને મળેલો ગોલ્ડ એવોર્ડ મુખ્યપ્રધાનને અર્પણ કર્યો હતો. SKTOCH દ્વારા આપવામાં આવતા એવોર્ડ કાર્યક્રમમાં દેશમાંથી અંદાજિત 4 હજાર કરતા પણ વધુ પ્રતિસ્પર્ધીઓ જોડાયા હતા, જેમાંથી 300 લોકોને મેરિટ્સ એવોર્ડ આપવામાં આવ્યા હતા. જ્યારે 60 ઉમેદવારો સેમિફાઈનલમાં આવ્યા હતા.
પોલીસ દ્વારા સૌપ્રથમ વખત અપનાવામાં આવેલો અભિગમ
આ સ્પર્ધામાં રાજકોટ પોલીસે કોરોના મહામારી દરમિયાન સૌપ્રથમ વખત અપનાવામાં આવેલા અભિગમ, માનવતા અભિગમ, ટેક્નોલોજીના માધ્યમથી કામગીરી કરવામાં આવી હતી. પોલીસે લોકજાગૃતિ, પોલીસ વેલફેર માટે પણ કામગીરી કરી હતી. આ બાબતોને ધ્યાનમાં લઈને SKTOCH દ્વારા GOLD એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં સૌપ્રથમ કોરોનાના પોઝિટિવ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી આવ્યો હતો અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં ઉમદા કામગીરી કરવામાં આવી હતી.