- રાજકોટ પોલીસની વિશેષ ટીમને સોંપાઈ મહિલાઓની સુરક્ષા
- રાજકોટની મહિલા પોલીસની ટીમ 'દુર્ગાશક્તિ' સંભાળશે સુરક્ષા
- દુર્ગાશક્તિ ભરોસા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો
રાજકોટઃ રાજકોટ પોલીસ દ્વારા આ ઉપરાંત ઘરમાં એકલા રહેતાં વૃદ્ધો માટે પણ સંભાળ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દુર્ગાશક્તિની ટીમ જે-તે વૃદ્ધ સાથે તેની દીકરીની જેમ રહીને સુરક્ષા પુરી પાડશે. પોલીસ હેડ ક્વાર્ટરમાં આજે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેને આ બંને યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. રાજકોટ શહેરમાં હાલ 300 જેટલા સિનિયર સિટીઝન મહિલા એવા છે કે, જેઓ કોઈક કારણોસર એકલાં રહે છે.
આ પણ વાંચોઃ લોકોની આસ્થા સાથે ચેડાં કરતા બાબાને રાજકોટ પોલીસે ઝડપ્યો
રાજકોટ પોલીસ કમિશનરે માહિતી આપી
આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યા મુજબ,રાજકોટ શહેરમાં હાલ 300 જેટલા સિનિયર સિટીઝન મહિલા એવાં છે કે, જેઓ કોઈક કારણોસર એકલાં રહે છે. દુર્ગાશક્તિની ટીમોએ તેમને શોધી લીધાં છે. હવે પછી આ એકલી રહેતી વૃદ્ધ મહિલાઓની દેખરેખનું કામ દુર્ગાશક્તિની ટીમો દ્વારા થશે. આ સુરક્ષા જળવાઇ રહે તે માટે આવા સ્થળોએ દુર્ગાશક્તિની ટીમો દ્વારા ભરોસા કેન્દ્ર શરૂ કરાયાં છે.