ETV Bharat / city

રાજકોટ પોલિસ કમિશ્નરે જારી કર્યા 1 ઓગષ્ટ સુધી પ્રતિબંધક હુકમો

રાજકોટમાં કોરોના મહામારીને અટકાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 1 ઓગસ્ટ સુધી વિવિધ હુકમો જારી કર્યા છે.

Rajkot news
Rajkot news
author img

By

Published : Jul 22, 2021, 7:52 PM IST

  • 1 ઓગષ્ટ સુધીના રાજકોટ પોલિસ કમિશ્નરે જારી કર્યા પ્રતિબંધક હુકમો
  • કોરોના મહામારીને અટકાવવા હુકમો જારી કર્યા
  • કમિશ્નર મનોજ અગ્રવાલે જારી કર્યા હુકમો

રાજકોટ: કોરોના મહામારી (corona epidemic) ને અટકાવવા માટે તા.1 ઓગષ્ટ સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના વિસ્તારમાં નીચે મુજબના હુકમો જારી કર્યા છે
રાત્રીના 10થી સવારના 6 સુધી રહેશે કરફ્યૂ
રાજકોટ શહેરમાં રાત્રીના 10થી સવારના 6 સુધી રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવુ નહી. તેમજ જાહેર માર્ગ, રાજ માર્ગો, શેરીઓ ગલીઓમાં ઉભા રહેવુ નહી કે રખડવુ નહી. સવારના 9થી રાત્રિના 9 કલાક દરમ્‍યાન દુકાનો, વાણિજિયક સંસ્થાઓ, ચાની લારીઓ, પાનના ગલ્‍લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ સહિતની વેપારીક ગતિવિધિ ખુલ્લા રાખી શકાશે. રેસ્‍ટોરન્‍ટ સવારે 9થી રાત્રીના 9 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહતમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જયારે કે હોમ ડિલેવરીની સુવિધા રાત્રીના 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે.
લગ્‍ન સમારંભમાં બંધ કે ખુલ્‍લી જગ્‍યામાં 150 વ્‍યક્તિઓને મંજુરી
લગ્‍ન સમારંભમાં બંધ કે ખુલ્‍લી જગ્‍યામાં 150 વ્‍યક્તિઓની મંજુરી રહેશે. લગ્‍ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર (Digital gujarat portal) નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ 40 વ્‍યક્તિઓની મંજુરી રહેશે. સમગ્ર જિલ્‍લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો અને મેળાવડાઓમાં ખુલ્લામાં મહતમ 200 વ્યકતિઓ પરંતુ બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા (200થી વધુ નહી) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્‍થિતિ વગર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ/ સ્‍પોર્ટસ સ્‍ટેડીયમ/ સંકુલમાં રમત ગમત ચાલુ રાખી શકાશે. વોટરપાર્ક, સ્વિમંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરો બંધ રહેશે.
ટ્રાન્‍સપોર્ટ મહતમ 100 ટકા પેસેન્‍જર કેપેસિટી સાથે ચાલુ
પબ્‍લિક તથા પ્રાઇવેટ નોન એસી બસ ટ્રાન્‍સપોર્ટ મહતમ 100 ટકા પેસેન્‍જર કેપેસિટીમાં ચાલુ રહેશે. પ્રવાસીઓ ઉભા રહી બસ પ્રવાસ કરી શકશે નહીં. નોન એસી બસ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. બસ સેવાઓને કર્ફયુમાંથી મુકિત અપાઇ છે. અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા પ્રવાસીઓના સબંધમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચનાઓ લાગુ પડશે. વાચનાલયો, સિનેમા, થિયેટરો, ઓડિટોરિયમ, મનોરંજક સ્થળો 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જયારે કે શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન રહેશે.
હુકમનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર થશે
શાળા, કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકશે. તમામે ફેસ કવર, માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું ચુસ્‍તપણે પાલન કરવું. ઉપરાંત કોવિડ-19 અન્‍વયે કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય / રાજ્યય સરકારના ગૃહ વિભાગના વખતો વખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે. તેનો તમામે ચુસ્‍ત રીતે અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર થશે. આવશ્‍યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી. આ હુકમ બિમાર, સગર્ભા, અશકત વ્યકિતઓને સારવાર માટે અવરજવરની છુટ રહેશે. એસટી, રેલ્વે કે એરપોર્ટનો પ્રવાસ કરનારાને ટિકિટ રજૂ કર્યે અવરજવર પર મુકિત મળશે. મેડિકલ, પેરામેડિકલ સ્ટોર્સ, શાકભાજી માર્કેટ, મસાલા દળવાની ઘંટી, મિડિયા વગેરેને આ હુકમમાંથી મુકિત મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.