ETV Bharat / city

Rajkot Police Bribery: રાજકોટ પોલીસના કથિત તોડકાંડ પર હાર્દિક પટેલે પોલીસ કમિશનર પર કર્યા ગંભીર આક્ષેપ - કૂતરાના જન્મદિવસ પર પોલીસ અધિકારીઓ

હાર્દિક પટેલે રાજકોટ પોલીસના કથિત તોડકાંડ (Rajkot Police Bribery) મુદ્દે અનેક આક્ષેપો કર્યા છે. હાર્દિકે કહ્યું કે મીડિયા અને ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા જાણવા મળ્યું કે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 1,000 કરોડનો તોડ કર્યો હોવાનું તપાસમાં ખુલી શકે છે. રાજકોટ પોલીસ કમિશનરે પોતાના શ્વાનનું નામ પ્રેસિડન્ટ રાખ્યું છે તેવું પણ હાર્દિકે જણાવ્યું હતું.

Rajkot Police Bribery: રાજકોટ પોલીસના કથિત તોડકાંડ પર હાર્દિક પટેલે પોલીસ કમિશનર પર કર્યા ગંભીર આક્ષેપ

author img

By

Published : Feb 21, 2022, 5:55 PM IST

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022)ની અણસાર મળતા જ રાજનીતિમાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળીરહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ (Working President of Gujarat Congress) હાર્દિક પટેલે રાજકોટ પોલીસના કથિત તોડકાંડ પર બોલતા રાજકોટ પોલીસ કમિશનર (Rajkot police commissioner) મનોજ અગ્રવાલ સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, દરેક પોલીસ ખોટી અને ભ્રષ્ટચારી હોતી નથી. પોલીસ વિભાગના પોલીસ અધિકારીઓ વિચારે છે કે, પોલીસતંત્ર સામાન્ય લોકોની રક્ષા કરે, પરંતુ કેટલાક અધિકારીઓના કારણે પોલીસતંત્રને ડાઘ લાગતા હોય છે અને આ જ ડાઘ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પોલીસ વિભાગ (Rajkot Police Department) પર લગાવ્યા છે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 1,000 કરોડનો તોડ કર્યો હોવાનું તપાસમાં ખુલી શકે છે - હાર્દિક પટેલ

રાજકોટ પોલીસ કમિશનરનું ઘર ભરવાનું કામ ક્રાઈમ બ્રાન્ચ કરે છે - હાર્દિક

ગઈકાલે રાજકોટની મુલાકાતે (Hardik Patel Rajkot Visit) હતો તે દરમિયાન મીડિયા અને ત્યાંના સ્થાનિક આગેવાનોને મળ્યો ત્યારે જાણવા મળ્યું કે, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 1,000 કરોડનો તોડ કર્યો હોવાનું તપાસમાં ખુલી શકે છે. પોલીસ કમિશનરનું ઘર ભરવાનું કામ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot Crime Branch) કર્યું છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે જણાવ્યું કે, મનોજ અગ્રવાલે તેમના પાલતુ શ્વાનનું નામ પણ પ્રેસિડન્ટ રાખ્યું છે જે બંધારણની વિરુદ્ધ છે.

આ પણ વાંચો: Hardik Patels serious allegations: યોગ્ય તપાસ થાય તો રૂ.1000 કરોડની તોડબાજી ખુલશે- હાર્દિક પટેલ

બુટલેગર પાસે પોલીસે કરી 50 લાખની માંગ

તેમણે કહ્યું કે, રાજકોટ પોલીસ કમિશનર શ્વાનનો જન્મદિવસ (Dog birthday celebration in Ahmedabad) જ્યારે અમદાવાદમાં ઉજવવામાં આવ્યો તેમાં પણ 50 લાખથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો હતો. બર્થડેમાં પોલીસ અધિકારી (Police officers at the dog's birthday In Gujarat)ઓ શ્વાનના પગમાં 40 લાખ સુધીના સોનાના દાગીના પહેરાવે છે. દારૂબંધી (ban on alcohol in gujarat)ની વાત કરતી પોલીસે જ 1 હજાર પેટી દારૂ વહેંચ્યો. તેમણે વધુમાં કહ્યું કે, રાજકોટ ગયા પછી એક મામલો સામે આવ્યો કે રાજકોટ પોલીસે એક બુટલેગરને પકડ્યો અને પોલીસે તેની પાસે 50 લાખ રૂપિયાની માંગ કરી. ત્યારે બુટલેગરે રૂપિયા ન હોવાનું કીધું જેથી પોલીસે તેની સાથે 1 હજાર પેટી દારૂ મંગાવ્યો અને પોલીસે જ તમામ દારૂ વહેંચી દીધો છે. ત્યારે જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તે જ ગુજરાતમાં દારૂ પોલીસની નજરમાં અને પોલીસની રહેમરાહે વહેંચાય છે તે બાબત પણ હકીકત છે.

આ પણ વાંચો: Self Defense Training: સુરતની ઘટના બાદ રાજકોટના વાલીઓ દીકરીઓને આપી રહ્યા છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

પ્રેસિડેન્ટ નામ રાખવું તે બંધારણની વિરુદ્ધ

વધુમાં કહ્યું કે, બંધારણીય રીતે કોઇનું પણ નામ પ્રેસિડેન્ટ રાખી શકાતું નથી, પરંતુ મનોજ અગ્રવાલે પોતાના પાલતુ શ્વાનનું નામ પ્રેસિડન્ટ રાખીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. તો બીજી તરફ શ્વાનના જન્મદિવસની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શ્વાનને પગમાં પહેરાવવા માટે લાખોની કિંમતના સોનાના દાગીના ભેટમાં આપવામાં આવે છે. ત્યારે જો નિષ્પક્ષ એજન્સીને તપાસ સોંપવામાં આવે તો અનેક એવા ખુલાસા થઈ શકે છે.

CBI તપાસ થશે તો મોટા નામો આવશે બહાર

હાર્દિક પટેલે વધુ આક્ષેપો કરતા કહ્યું કે, આટલો મોટો ભ્રષ્ટાચાર પોલીસ દ્વારા એકલા તો કરવામાં ન આવી શકે. તેમાં સરકારના તમામ પ્રકારના આશીર્વાદ રહેલા છે. ત્યારે 1 હજાર કરોડના તોડમાં સરકાર પાસે પણ ક્યાંકને ક્યાંક રૂપિયા પહોંચ્યા હોઈ શકે છે, જેથી રાજકોટ પોલીસ કથિત તોડકાંડ મુદ્દે CBI તપાસ થશે તો મોટામાં મોટા નામો પણ બહાર આવી શકે છે. હાર્દિકે કહ્યું કે, તો બીજી તરફ મીડિયાના માધ્યમથી પૂછવા માંગી રહ્યો છું કે, છેલ્લા 5 વર્ષોથી મુખ્યપ્રધાન રહેલા વિજય રૂપાણી છેલ્લા એક મહિનાથી ક્યાં ગાયબ થઈને બેઠા છે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.