ETV Bharat / city

ગુજરાતમાં વધુ એક પરિક્ષામાં છબરડા સામે આવ્યા: અહી 20 ઉમેદવારોના પેપર સીલ ખુલ્લા જોવા મળ્યા - Rajkot pgvcl manager

રાજકોટ PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર લીક (Rajkot Paper Leak) થયાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે. રાજકોટની લો કોલેજમાં પેપર લીક થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.

ગુજરાતમાં વધુ એક પરિક્ષામાં છબરડા સામે આવ્યા: અહી 20 ઉમેદવારોના પેપર સીલ ખુલ્લા જોવા મળ્યા

author img

By

Published : May 29, 2022, 8:18 PM IST

રાજકોટ: કનૈયાલાલ અમૃતલાલ પાંધી અંગ્રેજી માધ્યમ લો કોલેજમાં 20 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી હતી. જેમાંથી 2 બ્લોકના 20 ઉમેદવારોના પેપરની અંદર સીલ ખુલ્લા (Rajkot Paper Leak) જોવા મળ્યા હતા. આથી ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને પરીક્ષા કેન્દ્ર પર જાણ કરી હતી. પરીક્ષા કેન્દ્રના ઇન્ચાર્જ દ્વારા PGVCLના સુપરવાઇઝર સામે રોજકામ કરી ઉમેદવારોની સહી લઇ GTUને જાણ કરાય હતી.

ગુજરાતમાં વધુ એક પરિક્ષામાં છબરડા સામે આવ્યા: અહી 20 ઉમેદવારોના પેપર સીલ ખુલ્લા જોવા મળ્યા

20 ઉમેદવારના પેપરના સીલ તૂટેલા: 9-5-22ને રવિવારના રોજ રાજકોટમાં PGVCLની ક્લાર્કની 57 જગ્યા માટે પરીક્ષા આપવા કચ્છ, અમરેલી સહિતના વિસ્તારોમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષા આપવા આવેલી ઋજુદા લહેરૂએ જણાવ્યું હતું કે, પેપરનું બહારનું સીલ બરાબર હતું, પણ પેપરનું ઇન્ડીવિઝ્યુઅલ સીલ હોય તેમાં અમારા બ્લોકમાં 3 ઉમેદવારના પેપરના સીલ તૂટેલા હતા. જ્યારે નીચેના બ્લોકમાં 20 ઉમેદવારના પેપરના સીલ તૂટેલા (Rajkot paper seal open) હતા. આથી પરીક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરી તો તેઓએ ઉપર જાણ કરી હતી.

આ પણ વાંચો: પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા, 2 મિત્રો પણ ઈજાગ્રસ્ત

પરીક્ષા કેન્દ્રના સંચાલક (Rajkot exam supervisor) મયુર પંડિતે જણાવ્યું હતું કે, આજે અમારા કેન્દ્રમાં PGVCLની પરીક્ષા લેવાઇ હતી. જેના માટે 20 બ્લોક ફાળવવામાં આવ્યા હતા. જેમાં 10-10ના બે સીલબંધ પેપરના મોટા બે બોક્સમાં આવ્યા હતા. આ સીલબંધ બોક્સને ખોલી દરેક ક્લાસમાં પેપરના કવરનું નિર્ધારિત સમયે વિતરણ કર્યું હતું. બાદમાં બ્લોક નં.7 અને 11માં 20 ઉમેદવારને પેપર એવા મળ્યા કે જેમાં સીલ હોય તે તૂટેલા હતા. GTUને જાણ કરી હતી. સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવનાર છે. આ અંગેની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે પરીક્ષા કેન્દ્ર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ફરી વધી રાણા દંપત્તિની મૂશ્કેલી: 2 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

આ અંગે PGVCLના એડિશનલ મેનેજર (Rajkot pgvcl manager)એ.આર. કટારાએ જણાવ્યું હતું કે, 57 જગ્યા માટે ગુજરાતમાં 3 જગ્યા પર કુલ 11,500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. પરીક્ષામાં કોઈ જ ગેરરીતિ થઈ નથી. પુરતી કાળજી અને તકેદારીપૂર્વક પરીક્ષા લેવામાં આવી છે. અંદરના સીલનો જે ઈશ્યુ છે તે ખોટો ઈશ્યુ છે. બોક્સ અને કવર સીલ વિદ્યાર્થીઓની હાજરીમાં ખોલવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.