ETV Bharat / city

વિશ્વ સાઇકલ દિવસ: રાજકોટ મનપા નવી સાઇકલ ખરીદનારને 1,000 રૂપિયાની આપશે સબસીડી - સાઇકલ પ્રમોશન યોજના

વિશ્વ સાઇકલ દિવસે રાજકોટ મનપા દ્વારા શહેરના શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલી નવી સાઇકલ ઉપર 1,000 કુટુંબ દીઠ એક વ્યક્તિને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું નક્કી કરવામાં આવશે. આ માટે, રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈડ (WWW.rmc.gov.in) પર સાઇકલ પ્રમોશન યોજનાનું ફોર્મ સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક ભરી તેની પ્રિન્ટ કાઢી, જે તે વોર્ડમાં રહેતા હોય તે વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ જમા કરાવવાના રહેશે.

વિશ્વ સાઇકલ દિવસ: રાજકોટ મનપા નવી સાઇકલ ખરીદનારને 1,000 રૂપિયાની આપશે સબસીડી

author img

By

Published : Jun 3, 2021, 7:12 PM IST

  • 3 જુનના રોજ વિશ્વ સાઇકલ દિવસે RMC દ્વારા પ્રદુષણમાં ઘટાડવા પહેલ
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 45 લાખ રૂપિયા જેટલી સબસીડી અપાઈ
  • WWW.rmc.gov.in પર સાઇકલ પ્રમોશન યોજનાનું ફોર્મ ભરાશે

રાજકોટઃ રાજકોટમાં સાઇકલ શેરિંગના પ્રોજેક્ટનો વ્યાપ વધે અને પ્રદુષણની માત્રા ઘટે તેમજ સાઇકલીંગ કરવાથી આરોગ્ય સારુ રહે તેવા શુભ હેતુથી મનપા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં સાઇકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ ખાસ 1 કરોડ રૂપિયાની તથા વર્ષ 2020-21ના બજેટમાં સાઇકલ પ્રમોશન પ્રોજકેટ હેઠળ ખાસ 30 લાખ રૂપિયા બજેટની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત આ યોજનાની અમલ તારીખ બાદ ફક્ત રાજકોટ શહેરના શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલી નવી સાઇકલ ઉપર 1,000 કુટુંબ દીઠ એક વ્યક્તિને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ 4,500 વ્યક્તિઓએ લાભ લીધેલો છે. આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 45 લાખ રૂપિયા જેટલી સબસીડી આપવામાં આવેલી છે. ચાલુ વર્ષ 2021-22ના બજેટમાં સાઇકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ 50 લાખ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવેલી છે.

આ પણ વાંચો: રાજકોટમાં સાયકલ શેરીંગ પ્રોજેક્ટને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી લીલીઝંડી

નવી સાઇકલ ખરીદનારને 1,000 રૂપિયાનું વળતર

3 જુનના રોજ વિશ્વ સાઇકલ દિવસ છે. તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઇકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ 15/07/2019ના રોજ રાજકોટના રહીશ જે શહેરીજનો દ્વારા નવી સાઇકલ ખરીદ કરવામાં આવેલી હોય તેને અલગથી 1,000 રૂપિયા તેઓના બેક ખાતામાં વધારાનું વળતર (સબસીડી) આપવાનું મંજુર કરવામાં આવેલું છે. અગાઉ કુટુંબ દીઠ એક વ્યક્તિને સાઇકલ ખરીદનારને વળતર આપવામાં આવતું હતુ. પરંતુ, ચાલુ વર્ષે એક વ્યક્તિને બદલે સાઇકલ ખરીદનાર તમામ વ્યક્તિઓને વળતર યોજનાનો લાભ આપવામાં આવશે.

આ પણ વાંચો: વિશ્વ સાઈકલ દિવસ : રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સાયકલ લઈને આવ્યા

પ્રદુષણમાં ઘટાડો થાય તે દિશામાં મનપા દ્વારા અનેક પગલા

સાઇકલ શેરિંગ યોજનાનો લાભ મેળવવા માટે રાજકોટ શહેરના નાગરિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈડ (WWW.rmc.gov.in) પર સાઇકલ પ્રમોશન યોજનાનું ફોર્મ સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક ભરી તેની પ્રિન્ટ કાઢી, જે તે વોર્ડમાં રહેતા હોય તે વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ જમા કરાવવાના રહેશે. વિશેષમાં, વધુને વધુ પ્રદુષણમાં ઘટાડો થાય તે દિશામાં મહાનગરપાલિકા અનેક પગલાઓ લઇ રહી છે. તેના ભાગરૂપે ચાલુ વર્ષે ઈ-બાઈક પ્રમોશન પ્રોજેક્ટ પણ મંજુર કરવામાં આવેલી છે. આ સાથે, જરૂરી બજેટની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ શહેરમાં રહેલો વ્યક્તિ નવું ઈ-બાઈક ખરીદ કરે તો આ યોજના હેઠળ 5,000 સબસીડી આપવાનું પણ મંજુર કરાવામાં આવેલું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.