ETV Bharat / city

રાજકોટ મનપાએ શરૂ કરી નિ:શુલ્ક હોમ આઇસોલેશનની સુવિધા

રાજ્યમાં કોરોના કેસનો વિસ્ફોટ થયો છે, કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સામાન્ય લક્ષણ ધરાવાતા લોકો પણ કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. રાજકોટ મનના દ્વારા નિ:શુલ્ક હોમ આઇસોલેશની સુવિધા શરૂ કરવામાં આવી છે અને સાથે સંજીવની રથની સેવા પણ કાર્યરત છે.

corona
રાજકોટ મનપાએ શરૂ કરી નિ:શુલ્ક હોમ આઇસોલેશનની સુવિધા
author img

By

Published : Apr 14, 2021, 3:20 PM IST

Updated : Apr 14, 2021, 4:53 PM IST

  • રાજકોટ મનપા દ્વારા શરૂ કરવામાં આવી નિ:શુલ્ક હોમ આઈસોલેશની સેવા
  • રાજકોટમાં 75 સંજવીની રથ શરૂ કરવામાં આવ્યા
  • રાજકોટ મનપા લોકોને ઘરે આંગણે સેવા પૂરી પાડી રહી છે

રાજકોટઃ કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. એવામાં તંત્ર વાયરસની સંક્રમણ કડી તોડવા માટે શરદી તાવ જેવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી તેઓના ટેસ્ટ કરી રહી છે. કોરોના સામેની જંગમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

raj
રાજકોટ મનપાએ શરૂ કરી નિ:શુલ્ક હોમ આઈસોલેશનની સુવિધા

રાજકોટ મનપા દ્વારા હોમ આઈસોલેશન શરૂ કરવામાં આવી

સૌથી મહત્વની બાબત એ છે, સાવ સામાન્ય લક્ષણ ધરાવતા લોકો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવા લોકોને હોમ આઈસોલેશનની નિ:શૂલ્ક સેવા આપવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 75 સંજીવની રથથી લોકોને સેવા આપવામાં આવી રહી છે, જેના મારફતે હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. જેમાં દર્દીનું ઓક્સિજન લેવલ, ટેમ્પરેચર, પલ્સ જેવી ચકાસણી કરવામાં આવે છે. જો દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાય તો તુરંત જ 108ને બોલાવીને દર્દીને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીર સંજીવની રથ દ્વારા કરવામાં આવે છે. સારવાર હેઠળ રહેલા દર્દીને નિયમિત ટેલિફોનીકથી મોનિટરિંગ કરવામાં આવે છે, સાથોસાથ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં આવે છે. જો કોઇ દર્દીને તકલીફ જણાય તો તાત્કાલિક વધુ સારવારની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.

આ પણ વાંચો : રાજકોટ મનપા દ્વારા 38 દુકાનોની હરાજી કરવામાં આવી

મહાનગરપાલિકા ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો

હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓની દરરોજ ટેલીફોનીક સંભાળ લેવામાં આવે છે, જરૂર જણાય તો સંજીવની રથ દ્વારા તુરંત જ દર્દીના ઘરે જઈને ચેકઅપ કરવામાં આવે છે. હોમ આઇસોલેશન માટે મહાનગરપાલિકાના આશરે 300 થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાંથી 175 જેટલા આરોગ્ય કર્મીઓ સંજીવની રથ સાથે સતત ફિલ્ડમાં ફરજ બજાવે છે અને 125 લોકો કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનીક સંભાળ લેવાની કામગીરી બજાવે છે. સંજીવની રથ સાથે જરૂરી મેડીકલ ટીમ પણ રાખવામાં આવી છે, જેમાં મેડીકલ, પેરામેડીકલ સ્ટાફ રાખવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા સંજીવની સેવા રથની મદદથી હોમ આઇસોલેશન સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. કોરોના પોઝિટિવ દર્દીને ગભરાવાની જરૂર નથી, મનપા દ્વારા નિયમિત સંભાળ લેવામાં આવે છે. તેઓને વિનામૂલ્યે તમામ સારવાર અને સહયોગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત થઇ રહ્યો છે.

હોમ આઇસોલેશન સારવાર સંપૂર્ણ પેપરલેસહોમ આઇસોલેશન સારવાર સંપૂર્ણ પેપરલેસથી કરવામાં આવી રહી છે. હોમ આઇસોલેશનની વ્યવસ્થા કમ્પ્યુટર સિસ્ટમ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી એપ્લીકેશન ‘કોવીડ ટ્રેસ’ દ્વારા કરવામાં આવે છે. આ એપ્લીકેશન મારફત જ સ્ટાફ દ્વારા રીપોર્ટીંગની કામગીરી પણ કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિનો લેબ ટેસ્ટ થાય અને તેને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થાય ત્યારે એ વ્યક્તિને સરકારી (સિવિલ) હોસ્પિટલ કે મનપાના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અથવા તો પ્રાઈવેટ ડોક્ટર એ દર્દીને ઘેર રહીને સારવાર (હોમ આઈસોલેશન) લઇ શકાય છે તેવું જણાવે ત્યારે એ દર્દી હોમ આઈસોલેટ થઇ શકે છે. જોકે ઘેર રહીને સારવાર કરવા માટે દર્દીના ઘેર અલગ રૂમ અને તેના માટે અલગ બાથરૂમ – ટોઈલેટ હોવા જરૂરી છે. જો આ સુવિધા તેના ઘરમાં ના હોય તો તે સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલમાં કાર્યરત્ત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થઇ શકે છે અને ત્યાં પણ નિ:શૂલ્ક સારવાર અને રહેવા જમવાની સુવિધા તેને મળે છે.

આ પણ વાંચો : રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ પત્નીને આપી કોરોના વેક્સિન

સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી કંટ્રોલ રૂમ કાર્યરત

હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સારવાર અને મોનિટરિંગ માટે મહાનગરપાલિકા ખાતે ખાસ કંટ્રોલ રૂમ (ફોન નંબર-0281 – 2220600, 2222842) સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી ચલાવવામાં આવી રહ્યો છે. હોમ આઈસોલેટ થયેલા દર્દીઓને મનપાના આરોગ્ય કેન્દ્રો અને સંજીવની રથના માધ્યમથી કન્સલ્ટેશન, ચેકિંગ, દવા અને મોનિટરિંગની સેવા તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. મનપાના કંટ્રોલ રૂમ દ્વારા ટેલીફોનિક અને રૂબરૂ પણ આ દર્દીઓની નિયમિત સમયાંતરે ખબરઅંતર પૂછવામાં આવે છે અને દર્દીને સ્વાસ્થ્ય સંબંધી જો કોઈ મુશ્કેલી હોય તો તેનું ફોલોઅપ લેવામાં આવે છે.

Last Updated : Apr 14, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.