રાજકોટ મનપાએ ચા માવાની 17 દુકાનો કરી સીલ
- ચા નાસ્તા અને પાનની 17 દુકાનો સીલ કરવામાં આવી
- જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી સઘન ચેકિંગ હાથ ધરાયું
- જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી
રાજકોટઃ કોરોનાની મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ પ્રસરતું અટકે તેમજ લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જેમાં શુક્રવારે 17 ચા નાસ્તા, પાનની દુકાનો સીલ કરવામાં આવી છે. જેમાં એક થડાનો સમાન પણ મનપા દ્વારા જપ્ત કરાયો છે. ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે.