રાજકોટ: રાજકોટમાં પહેલા પણ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation) દ્વારા 2,000ની આસપાસ કોરોનાના ટેસ્ટિંગ(Corona testing) કરવામાં આવતા હતા, જ્યારે હવે રાજ્યમાં કોરોનાના કેસ વધતા શહેરમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લામાં દરરોજ 4,000 જેટલા કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે, ભવિષ્યમાં પણ વધુમાં વધુ કોરોનાના ટેસ્ટ થાય તે માટેના પ્રયાસો મનપા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
મનપા કમિશનરે કોરોના અંગે આપ્યું નિવેદન
રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થતાં મનપા કમિશનર અમિત આરોરાએ જણાવ્યું હતું કે, હાલમાં જે પણ કોરોનાના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે, તેમાંથી મોટાભાગના દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે, તેમજ જે પણ દર્દીઓ પોઝિટિવ આવી રહ્યા છે તેમના મોટા ભાગના દર્દીઓને માઇલ્ડ કોરોના જોવા મળી રહ્યો છે, જ્યારે હાલમાં કોઈપણ દર્દીઓ ઓક્સિજન પર નથી, આ સાથે જ મનપા દ્વારા 150 જેટલા ધન્વંતરિ અને સંજીવની રથ શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : RMC in Rajkot: કામમાં ગંભીર બેદરકારીના કારણે રાજકોટ મનપાના વોર્ડ નં.3ના સેનેટરી ઇન્સ્પેકટર સસ્પેન્ડ કરાયા
આ પણ વાંચો : રાજકોટ મનપા કચેરી ખાતે વાછરડા સાથે માલધારી સમાજે કર્યો વિરોધ, ઉઠાવ્યો આ પ્રશ્ન