ETV Bharat / city

Rajkot Modi School ની દાદાગીરી, પિતાએ આંદોલન કરતા પુત્રીનું LC ઘરે મોકલ્યું - Living Certificate

Rajkot Modi School ની મનમાનીએ સતત હોબાળો મચાવવાનું છોડ્યું નથી. તેની મનમાનીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 8ની વિદ્યાર્થિનીનું LC - લિવિંગ સર્ટિફિકેટ ઘરે મોકલી દીધું છે કારણ કે પિતાએ ફી ઘટાડા અંગેના આંદોલનમાં ભાગ લીધો હતો.

Rajkot Modi School ની દાદાગીરી, પિતાએ આંદોલન કરતા પુત્રીનું LC ઘરે મોકલ્યું

author img

By

Published : Jun 11, 2021, 9:15 PM IST

  • Rajkot Modi School ની દાદાગીરી વધુ એકવાર સામે આવી
  • પિતાએ આંદોલન કરતા પુત્રીનું LC ઘરે મોકલ્યું
  • વિદ્યાર્થિનીનું લિવિંગ સર્ટિફિકેટ ઘરે મોકલવામાં આવતા વાલીઓ રોષે ભરાયા

રાજકોટ: રાજ્યમાં ખાનગી શાળાઓ ફી મુદ્દે પોતાની મનમાની ચલાવી રહી છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આવી શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી પણ આપી છે પરંતુ (Rajkot Modi School) રાજકોટની મોદી સ્કૂલ દ્વારા ધોરણ -8ની વિદ્યાર્થિનીનું LC તેના ઘરે મોકલવામાં આવ્યું છે. હાલ નવું સત્ર શરૂ થઈ ગયું છે. એવામાં રાજકોટની ખાનગી શાળા દ્વારા ધોરણ 8ની વિદ્યાર્થિનીનું લિવિંગ સર્ટિફિકેટ ઘરે મોકલવામાં આવતા વાલીઓ રોષે ભરાયા છે. જ્યારે વિદ્યાર્થિની પિતા આ મામલે રજુઆત માટે DEO કચેરી ખાતે દોડી આવ્યા હતાં તેમજ પુત્રીનું અભ્યાસનું વર્ષ ન બગડે તે માટે અધિકારીને રજૂઆત કરી હતી.

પિતાએ ફી ઘટાડા અંગેના આંદોલનમાં ભાગ લીધો તેની સજા મોદી સ્કૂલે પુત્રીને આપી

કોરોનાકાળ દરમિયાન પિતાએ ફી મુદ્દે કર્યું હતું આંદોલન

કોરોના કાળમાં મોટાભાગે શાળાઓ બંધ રહી હતી. તેમજ તમામ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતુ. જ્યારે કોરોના દરમિયાન સંપૂર્ણ લોકડાઉન વખતે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ હોવા છતાં શાળાઓ દ્વારા આખા વર્ષની ફી માગવામાં આવી હતી. જેનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન સરકાર દ્વારા ફીમાં 25 ટકા જાહેરાત કરવામાં આવી હતી. આ ફી અંગેના આંદોલનમાં પણ આ વિદ્યાર્થિનીના પિતા હોય માટે ( Modi School)ની મનમાનીને લઈને તેમની પુત્રીનું LC ઘરે મોકલવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજકોટમાં ફી મુદ્દે NSUIએ વાલીઓને સાથે રાખી વિરોધ નોંધાવ્યો

શાળા સંચાલકે વાલીને મળવાની ના પાડી

( Modi School) દ્વારા સુશીલભાઈ મણવર નામના વાલીને 15 દિવસ પહેલા નોટિસ આપી હતી. આ નોટિસ વાલીને મળતાં તેઓએ શાળા સંચાલકને આ મામલે મળવા માટેના પ્રયાસ કર્યા હતાં. પરંતુ શાળા તંત્ર દ્વારા સુશીલભાઈને મળવાની ના પાડવામાં આવી હતી. જ્યારે ગઈકાલે મોદી સ્કૂલ દ્વારા સુશીલભાઈની ધોરણ 8માં અભ્યાસ કરતી પુત્રીનું LC કુરિયર મારફતે મોકલવામાં આવ્યું છે. પોતાની દીકરીનું LC શાળામાંથી આવતાં સુશીલભાઈ પણ ચિંતામાં મૂકાયાં હતાં અને તેઓ આજે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે રજૂઆત માટે આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ રાજકોટ સ્કૂલે વાલીને 20 પેઇજની શો કોઝ નોટિસ ફટકારી હોવાનું આવ્યું સામે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.