- રાજકોટમાં વકીલનું ઓનલાઈન ગીત સાંભળતા થયું મોત
- જાણીતા વકીલ અતુલભાઈ સંઘવીનું હાર્ટએટેકથી ( Heart attack ) મોત
- સોશિયલ મીડિયામાં લાઈવ હતાંને મોત થતાં વીડિયો વાઈરલ થયો
રાજકોટ: રાજકોટના જાણીતા વકીલ એવા અતુલભાઈ સંઘવીનું હાર્ટ અટેકથી ( Heart attack ) મોત થયું છે. તેઓ પોતાના ઘરે સોશિયલ મીડિયામાં ઓનલાઈન થઈ ગીતો સાંભળતા હતાં અને તેમને Heart attack આવ્યો હતો. જે દરમિયાન તેમનું મોત થયું હતું. જો કે સોશિયલ મીડિયામાં તેઓ ઓનલાઈન હતાં અને મોત થતાં તેમનો વીડિયો વાઈરલ થયો છે. અતુલભાઈએ કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન અઢી માસ સુધી પોલીસ કમિશનર અને બોલબાલા ટ્રસ્ટ સાથે જોડાઈને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોચાડ્યું હતું. તેમની આ સેવા માટે સામાજિક સંસ્થા દ્વારા કોરોના વોરિયર તરીકે સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.
દરરોજ રાતે ઓનલાઈન થઈને ગીતોની મજા માણતાં
અતુલભાઈ દરરોજ સોશિયલ મીડિયામાં ઓનલાઈન થઈને જૂના ગીતો સાંભળતાં હતાં. ત્યારે ગઈકાલે પણ રોજની જેમ તેઓ પહેલા ( FB Live ) ઓનલાઈન થયાં હતાં. ત્યારબાદ જૂના ગીતો સાંભળતાં હતાં. ત્યારે અચાનક તેમને Heart attack આવ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે અતુલભાઈને Heart attack આવ્યો અને તેમનું મૃત્યુ થયું ત્યારે તેઓ ઓનલાઈન જ હતાં અને કેટલાક લોકો તેમને આ વીડિયોમાં જોઈ રહ્યાં હતાં અને તેમનું મોત થયું હતું.
મોત થયાનો લાઈવ વીડિયો વાઈરલ
અતુલભાઈ સોશિયલ મીડિયામાં ઓનલાઈન થઈને જૂના ગીતો સાંભળી રહ્યાં હતાં અને મજા માણી રહ્યાં હતાં એવામાં તેમને અચાનક Heart attack આવ્યો હતો. જ્યારે આ વીડિયો હાલ રાજકોટ સહિત વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ નિહાળી રહેલા લોકોએ પણ કમેન્ટ કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ મ્યુકોર માયકોસિસથી થતા મૃત્યુની પુષ્ટિ માટે ડેથ ઓડિટ કમિટીની રચના કરાઇ
આ પણ વાંચોઃ રાજકોટની માત્ર 20 વર્ષની આ યુવતીએ રેસ્ક્યૂ કર્યા 50થી વધું સાપ